Aadhaar Card Enrolment ID Retrieve : આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને નંબર યાદ નથી? UIDAIની ઓફિશિયલ વેબસાઈટ અથવા આધાર એપથી ઘરે બેઠા તમારું આધાર નંબર અથવા Enrolment ID મેળવો. જાણો સંપૂર્ણ પ્રક્રિયા અહીં.
આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ વિના કોઈપણ કામ અધૂરું છે — પછી એ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, શાળામાં એડમિશન લેવાનું હોય કે સરકારી યોજના માટે અરજી કરવી હોય.
પરંતુ જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને આધાર નંબર કે એનરોલમેન્ટ ID યાદ નથી, તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
UIDAI દ્વારા એવી સરળ ઓનલાઇન પ્રક્રિયા ઉપલબ્ધ છે, જેના માધ્યમથી તમે તમારો આધાર નંબર અથવા Enrolment ID ઘરે બેઠા જ મેળવી શકો છો.
આ રીતે મેળવો તમારું Enrolment ID ઓનલાઈન | Aadhaar Card Enrolment ID Retrieve
જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય, તો નીચે આપેલ સરળ સ્ટેપ્સ અનુસરો:
- સૌપ્રથમ UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ — https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uid
- તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
- “એનરોલમેન્ટ ID અથવા આધાર નંબર મેળવો (Retrieve EID/UID)” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરો.
- ત્યારબાદ ‘Send OTP’ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલ OTP દાખલ કરો.
- હવે તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ ID તમારા મોબાઇલ અથવા ઈમેઈલ પર મોકલવામાં આવશે.
mAadhaar App : આધાર એપથી પણ કરી શકો છો રિકવરી
UIDAIની વેબસાઈટ સિવાય તમે mAadhaar મોબાઇલ એપ દ્વારા પણ તમારું આધાર નંબર શોધી શકો છો.
- પહેલા Google Play Store અથવા Apple App Store પરથી “mAadhaar App” ડાઉનલોડ કરો.
- એપ ખોલીને “Get EID/UID” વિકલ્પ પસંદ કરો.
- તમારું મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
- OTP આવશે, જે દાખલ કર્યા પછી તમારો આધાર નંબર બતાવવામાં આવશે.
જો મોબાઇલ નંબર લિંક નથી તો શું કરશો?
જો તમારું મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી, તો આ પ્રક્રિયા તમે ઓનલાઇન પૂર્ણ કરી શકશો નહીં.
એવા કિસ્સામાં તમારે નજીકના આધાર સેન્ટર પર જવું પડશે. ત્યાં તમારું બાયોમેટ્રિક વેરીફિકેશન કરીને અને માન્ય દસ્તાવેજો (PAN કાર્ડ કે મતદાર ID) બતાવીને તમારું આધાર નંબર પુનઃ આપવામાં આવશે.
UIDAI Helpline : હેલ્પલાઈનનો વિકલ્પ પણ ઉપલબ્ધ
જો તમારે ઓનલાઇન પ્રક્રિયામાં મુશ્કેલી પડે, તો UIDAI ની હેલ્પલાઈન 1947 પર કૉલ કરીને પણ મદદ મેળવી શકો છો.
આધાર કાર્ડ ખોવાઈ જવું હવે ચિંતા કરવાની બાબત નથી. UIDAI ના ડિજિટલ સોલ્યુશન્સના કારણે તમે તમારું આધાર નંબર અથવા Enrolment ID ઘરે બેઠા માત્ર થોડા મિનિટોમાં ફરીથી મેળવી શકો છો.
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.
ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.











