Amul milk price : દેશભરના લાખો ગ્રાહકો માટે મોટી રાહતની ખબર આવી છે. સરકારએ તાજેતરમાં GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. હવે પેકેજીંગ દૂધ પર લાગતો 5% GST રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય લાગુ થતાં જ અમૂલ અને મધર ડેરી સહિત ઘણી બધી બ્રાન્ડના દૂધના ભાવમાં સીધો ઘટાડો થશે.
દૂધના ભાવમાં રાહત કેમ?
દૂધ પરનો 5% GST દૂર થતાં સામાન્ય ગ્રાહકોને સીધો લાભ મળશે. મોંઘવારી વચ્ચે દૂધ જેવી જરૂરી ચીજ વધુ સસ્તી થાય તે માટે સરકાર આ ફેરફાર કર્યો છે.
હાલના ભાવ શું છે?
- અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ) → ₹69 પ્રતિ લિટર
- અમૂલ ટોન્ડ મિલ્ક → ₹57 પ્રતિ લિટર
- મધર ડેરી ફુલ ક્રીમ → ₹69 પ્રતિ લિટર
- મધર ડેરી ટોન્ડ મિલ્ક → ₹57 પ્રતિ લિટર
- ભેંસનું દૂધ → ₹50 થી ₹75
- ગાયનું દૂધ → ₹58 થી ₹60ની આસપાસ
હવે કેટલા સુધી ઘટશે ભાવ?
GST દૂર થયા બાદ દૂધના ભાવમાં ₹3 થી ₹4 પ્રતિ લિટર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
- અમૂલ ગોલ્ડ → ₹69 થી ઘટીને ₹65-66
- અમૂલ ફ્રેશ (ટોન્ડ) → ₹57 થી ઘટીને ₹54-55
- અમૂલ ટી સ્પેશિયલ → ₹63 થી ઘટીને ₹59-60
- ભેંસનું દૂધ → ₹75 થી ઘટીને ₹71-72
- ગાયનું દૂધ → ₹58 થી ઘટીને ₹55-57
- મધર ડેરી ફુલ ક્રીમ → ₹69 થી ઘટીને ₹65-66
- મધર ડેરી ટોન્ડ મિલ્ક → ₹57 થી ઘટીને ₹55-56
- મધર ડેરી ભેંસનું દૂધ → ₹74 થી ઘટીને ₹71
- મધર ડેરી ગાયનું દૂધ → ₹59 થી ઘટીને ₹56-57
નવો ભાવ કયારથી લાગુ થશે?
સરકારનો આ મોટો નિર્ણય 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. ત્યારથી બજારમાં પેકેજ્ડ દૂધના ભાવ નવા દરે ઉપલબ્ધ થશે.













1 thought on “મોટી ખુશખબર! અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું, જુઓ નવા ભાવની સંપૂર્ણ યાદી”