Amul Milk Price Update : છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં ચર્ચા ચાલી રહી હતી કે GST દરમાં ફેરફાર બાદ અમૂલ દૂધ સસ્તુ થશે. લોકોને આશા હતી કે 22 સપ્ટેમ્બરથી પાઉચ દૂધના ભાવમાં 3 થી 4 રૂપિયા સુધીનો ઘટાડો થશે. પરંતુ હવે અમૂલ તરફથી આ મુદ્દે મહત્વની અપડેટ આવી છે.
અમૂલના MDની સ્પષ્ટતા
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ANIને જણાવ્યું કે, “અમૂલ દૂધના ભાવમાં કોઈ ફેરફાર થવાનો નથી. કારણ કે દૂધ પર હંમેશા શૂન્ય ટકા GST લાગુ રહ્યો છે.”
GST Update on Milk – દૂધ પર પહેલેથી જ 0% GST
અર્થાત, જેવો અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો તે મુજબ 22 સપ્ટેમ્બરથી દૂધ 4 રૂપિયા સસ્તુ થશે એ વાત ખોટી છે. અમૂલ પાઉચ દૂધ પર GST ક્યારેય લાગુ નહોતો, એટલે દૂધના ભાવમાં ઘટાડો થવાનો સવાલ જ નથી.
આ પણ વાંચો : Guthkha ban in Gujarat : ગુજરાતમાં ગુટખા પર ફરી સંપૂર્ણ પ્રતિબંધ, સરકારનો મોટો આદેશ જાહેર
UHT દૂધ પર મળશે રાહત
હા, નવા GST માળખા હેઠળ UHT દૂધ (Ultra High Temperature milk) પર રાહત મળશે. અત્યાર સુધી તેના પર 5% GST લાગતો હતો, જે હવે ઘટાડી 0% કરી દેવાયો છે. એટલે આ કેટેગરીનું દૂધ થોડું સસ્તુ થઈ શકે છે.
પાઉચ એટલે કે પેકેજીંગ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય, પરંતુ UHT દૂધ ખરીદતા ગ્રાહકોને GST રાહતનો લાભ ચોક્કસથી મળશે.












