Arattai App News 2025 : ભારતમાં WhatsApp અને Telegram જેવી વિદેશી એપ્સનો દબદબો હોવા છતાં હવે એક નવી દેશી મેસેજિંગ એપ ‘Arattai’ (અરટ્ટાઇ) એન્ટ્રી કરી ચૂકી છે. Zoho કંપનીના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ એ આ એપ લોન્ચ કરી છે. ‘Arattai’ નો અર્થ તમિલ ભાષામાં ગપસપ (chit-chat) થાય છે.
શું છે Arattai App?
‘Arattai’ એક ભારતીય ચેટિંગ એપ છે, ખાસ કરીને એવા લોકો માટે જે સસ્તા ફોન અને ધીમી ઇન્ટરનેટ વાપરે છે.
Zoho ના CEO શ્રીધર વેમ્બુએ જણાવ્યું કે આ એપ ઓછા પ્રોસેસિંગ પાવર અને સ્લો ઇન્ટરનેટ પર પણ સરસ રીતે ચાલે છે.
એપનો મુખ્ય હેતુ છે – દરેક ભારતીયને ડિજિટલ કનેક્ટિવિટી આપવી, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં.
Arattai App ના ખાસ ફીચર્સ
- Low Data Usage: ઓછી નેટમાં પણ સારી રીતે કામ કરે છે.
- Lightweight Design: ઓછી RAM અને સ્ટોરેજ વાળા સ્માર્ટફોનમાં પણ સરળતાથી ચાલે છે.
- Fast & Simple: ઝડપી લોડિંગ અને સરળ ઈન્ટરફેસ સાથે મસ્ત ચેટિંગ એક્સપિરિયન્સ આપે છે.
WhatsApp ને ટક્કર આપી શકશે?
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે શું Arattai ખરેખર WhatsApp નો વિકલ્પ બની શકે?
એપ લાખો ભારતીય યુઝર્સ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યાં હાઇ સ્પીડ ડેટા કે મોંઘા ફોન નથી.
જો કે, હાલ તેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન નથી, જે WhatsApp ની સૌથી મોટી સુરક્ષા ફીચર છે. એટલે સુરક્ષા મામલે તેને હજી લાંબો રસ્તો કાપવો પડશે.
જો તમે પણ Arattai App ડાઉનલોડ કરવા માંગતા હોવ તો પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
વધુ આવા Tech News માટે અમારી સાથે બન્યા રહો અને ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.












1 thought on “Whatsapp ને ટક્કર આપવા આવી દેશી ચેટિંગ એપ ‘Arattai’, અત્યાર સુધી 10 લાખ લોકોએ કરી ડાઉનલોડ, જાણો આ એપની ખાસિયતો”