બાળક માટે આધાર કાર્ડ કેવી રીતે બનાવવું? 5 વર્ષથી ઓછા બાળકો માટે Baal Aadhaar Card મેળવવાની સરળ રીત, જરૂરી દસ્તાવેજો અને ઑનલાઇન-ઓફલાઇન પ્રોસેસ વિશે જાણો આ લેખમાં.
બાળકો માટે આધાર કાર્ડ કેમ જરૂરી?
ભારતમાં આધાર એ 12 અંકનો અનોખો ઓળખ નંબર છે જે UIDAI (Unique Identification Authority of India) દ્વારા આપવામાં આવે છે. આ ઓળખ તેમજ સરનામાના પુરાવા તરીકે કામ કરે છે.
5 વર્ષથી ઓછા બાળકો માટે ખાસ Baal Aadhaar Card બનાવવામાં આવે છે. તેમાં બાળકનું નામ, જન્મ તારીખ, ફોટો, જાતિ અને માતા કે પિતાનું આધાર નંબર જોડાય છે. આ વયે બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ કે આઇરિસ સ્કેન) જરૂરી નથી.
પાસપોર્ટ જેવા અનેક દસ્તાવેજો આધાર સાથે જોડવાના હોવાથી બાળકો માટે Baal Aadhaar બનાવવો વધુ જરૂરી બની ગયો છે.
કેવી રીતે કરશો અરજી?
- ઑનલાઇન (અપોઇન્ટમેન્ટ બુકિંગ)
- UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- “My Aadhaar” → “Book an Appointment” ઓપ્શન પસંદ કરો.
- શહેર પસંદ કરો, મોબાઇલ નંબર નાખો, OTP વડે વેરિફાય કરો.
- પછી તારીખ અને સમય પસંદ કરી Aadhaar Seva Kendra પર અપોઇન્ટમેન્ટ બુક કરો.
અપોઇન્ટમેન્ટના દિવસે –
- માતા કે પિતા (જેનું આધાર લિંક થશે) પોતાની બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે.
- બાળકના દસ્તાવેજો સબમિટ થશે.
- પ્રક્રિયા પૂરી થયા બાદ Baal Aadhaar પોસ્ટ દ્વારા ઘરે આવશે અથવા UIDAI વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે.
- ઑફલાઇન (ડાયરેક્ટ સેન્ટર પર જઈને)
- નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ.
- ત્યાં ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
- માતા કે પિતાનું બાયોમેટ્રિક અને આધાર ડેટા જોડાશે.
- તમને acknowledgement slip મળશે જેમાં enrolment ID હશે.
અંદાજે 60 થી 90 દિવસમાં Baal Aadhaar ઘરે મળી જશે.
Baal Aadhaar Card કયા દસ્તાવેજો જોઈએ?
- બાળકનો જન્મ પ્રમાણપત્ર અથવા હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્લિપ
- માતા/પિતામાંથી એકનું આધાર કાર્ડ
- સરનામાનો પુરાવો (માતા/પિતાનું આધાર કે સ્થાનિક સત્તાવાળાનો સર્ટિફિકેટ)
જ્યારે બાળક 5 વર્ષ કે તેથી મોટો થાય ત્યારે?
- 5 વર્ષની ઉમરે બાળકના બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન, ફોટો) લેવાશે.
- જો 5 વર્ષની ઉમર પહેલાં આધાર બન્યો હોય, તો હવે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે.
- 15 વર્ષની ઉમરે ફરી એકવાર બાયોમેટ્રિક અપડેટ કરવું પડે છે.
- 5 થી 15 વર્ષની વચ્ચે જરૂર હોય તો ફેરફાર (update) માટે પણ એનરોલમેન્ટ સેન્ટર પર જઈ શકો છો.
સરળ શબ્દોમાં કહીએ તો, બાળકનું આધાર કાર્ડ બનાવવું બહુ સરળ છે. ઑનલાઇન અપોઇન્ટમેન્ટ અથવા સીધું સેન્ટર પર જઈને તમે આ કામ થોડા દસ્તાવેજો સાથે સરળતાથી કરી શકો છો.
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.
ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.











