Banaskatha Flood Sahay : બનાસકાંઠા ના થરાદ, વાવ અને સુઈગામ પૂર પીડિતો માટે સારા સમાચાર છે.
તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે નુકસાન સહન કરનાર પરિવારોને સરકાર હવે સીધી નાણાકીય સહાય આપશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે દરેક અસરગ્રસ્ત પરિવારને ₹5,000ની મદદ આપવામાં આવશે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ
જિલ્લા તંત્ર અને ટેકનિકલ ટીમો દ્વારા પૂરના નુકસાનનું સર્વે કાર્ય હાથ ધરાયું છે.
લગભગ 100 જેટલી ટીમો ગામે ગામે જઈને પરિસ્થિતિની તપાસ કરી રહી છે.
ઘર અને મકાનમાં પાણી ભરાઈને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક પરચૂરણ ચીજ વસ્તુઓ સહિત ઘરવખરીનું નુકસાન પણ સહાય માટે ગણવામાં આવશે.
મુખ્યમંત્રીએ કર્યું પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાવ અને સુઈગામ પૂરના પીડિતો સાથે સીધી વાત કરી. તેમણે ખાતરી આપી કે સરકાર તાત્કાલિક મદદ પહોંચાડશે અને કોઈ પરિવાર વંચિત નહીં રહે.
સાથે સાથે જ તેમણે પાણી ભરાવાની સમસ્યા માટે તાત્કાલિક સોલ્યુશન લાવવા તંત્રને આદેશ આપ્યો છે.
સહાય રકમ સીધી બેંકમાં જમા થશે
દરેક પીડિત પરિવારના ખાતામાં ₹5,000 સીધા જમા કરવામાં આવશે. જેમના ઘરમાં પાણી ભરાઈને નુકસાન થયું છે તે તમામ પરિવારો આ સહાયના હકદાર રહેશે. ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પીડિતોના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ જશે.
પૂર પીડિતો માટે આ સહાય તહેવારો પહેલાં મોટી રાહત સાબિત થશે. સરકાર તરફથી આર્થિક સહાય મળતા લોકોમાં થોડી ખુશી અને આશ્વાસન જોવા મળી રહ્યું છે.












