BMC Bhavnagar Bharti 2025 : ભાવનગર મહાનગર પાલિકા (BMC) દ્વારા 2025 માટે વહીવટી અધિકારી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે.
ઓનલાઇન અરજી 18 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 નવેમ્બર 2025 સુધી કરી શકાશે.
ભાવનગર મહાનગર પાલિકા (Bhavnagar Municipal Corporation – BMC) દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી માટે જાહેરાત જાહેર થઈ છે. આ ભરતી સીધી ભરતી (BMC Clerk Recruitment 2025) દ્વારા થશે અને લાયક ઉમેદવારો માટે ભાવનગર શહેરમાં સરકારી નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, સ્ટાફ નર્સ, જુનિયર ક્લાર્ક સહિતની જગ્યાઓ ભરાશે.
ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી Ojas Gujarat પોર્ટલ પર કરવાની રહેશે.
અરજી પ્રક્રિયાની તારીખો
- અરજી શરૂ થવાની તારીખ : 19 ઓક્ટોબર 2025 (બપોરે 1:00 વાગ્યાથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ : 8 નવેમ્બર 2025 (રાત્રે 11:59 સુધી)
BMC Bhavnagar Recruitment 2025 : ભરતીની મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા |
| પોસ્ટ્સનું નામ | વિવિધ |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન (OJAS પોર્ટલ પર) |
| અરજી શરૂ થવાની તારીખ | ૧૯/૧૦/૨૦૨૫ (૧૩:૦૦ કલાક) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૮/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) |
| નોકરીનું સ્થળ | ભાવનગર |
| સત્તાવાર વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
ભાવનગર મહાનગર પાલિકા ભરતી 2025
ભાવનગર મહાનગર પાલિકાની ભરતી (OJAS BMC Bhavnagar Recruitment) માં નીચે મુજબની મુખ્ય પોસ્ટ્સનો સમાવેશ થાય છે:
- વહીવટી અધિકારી (Administrative Officer)
- નાયબ કાર્યપાલક ઇજનેર (Deputy Executive Engineer)
- સેનેટરી ઈન્સ્પેક્ટર (Sanitary Inspector)
- સ્ટાફ નર્સ (Staff Nurse)
- ટેકનિકલ આસિસ્ટન્ટ – ઈલેક્ટ્રિકલ (Technical Assistant – Electrical)
- ફાર્માસિસ્ટ (Pharmacist)
- સ્ટેનોગ્રાફર – ગુજરાતી (Gujarati Stenographer)
- ટેકનિકલ આસિસ્ટન્ટ – સિવિલ (Technical Assistant – Civil)
- ફિમેલ હેલ્થ વર્કર (FHW)
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
- જુનિયર ક્લાર્ક (Junior Clerk)
દરેક પોસ્ટની શૈક્ષણિક લાયકાત અને જગ્યાઓની સંખ્યા માટે ઉમેદવારોએ સત્તાવાર Notification વાંચવો અનિવાર્ય છે.
BMC ભરતી 2025 : કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ OJAS વેબસાઇટ પર જાઓ.
- “BMC – ભાવનગર મહાનગર પાલિકા”ની જાહેરાત પસંદ કરો.
- યોગ્ય પોસ્ટ માટે “Apply” બટન પર ક્લિક કરો.
- પહેલેથી રજીસ્ટ્રેશન હોય તો વિગતો દાખલ કરો, નહીંતર નવું રજીસ્ટ્રેશન કરો.
- જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન ફી ચૂકવો (જો લાગુ પડે તો).
- અંતે અરજી ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટઆઉટ રાખો.
અગત્યની લિંક્સ
- ઓનલાઈન અરજી (OJAS) : અહીં ક્લિક કરો
- સત્તાવાર જાહેરાત (Notification) : અહીં ક્લિક કરો

વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.










