BSF Constable GD Recruitment 2025 અંતર્ગત સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 391 જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે. અરજીની છેલ્લી તારીખ 4 નવેમ્બર 2025 છે. rectt.bsf.gov.in પર જાણો સંપૂર્ણ પ્રોસેસ.
BSF Sports Quota Bharti – સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ મોટી ભરતી!
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ના ગ્રુપ-સી પદો માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય કે મેડલ જીત્યો હોય, તો તમારા માટે આ મોટી તક છે!
ઉમેદવાર 16 ઑક્ટોબર 2025થી BSF ની ઑફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજીની તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: 17 ઑક્ટોબર 2025
- છેલ્લી તારીખ: 4 નવેમ્બર 2025 (રાતે 11:59 સુધી)
BSF Constable GD Recruitment 2025 : કુલ જગ્યાઓ
- આ ભરતી અભિયાન હેઠળ કુલ 391 જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર 10મા ધોરણ (મેટ્રિક) પાસ હોવો જરૂરી છે.
- વય મર્યાદા: 18 થી 23 વર્ષની વચ્ચે. (રિઝર્વ કેટેગરીને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.)
- સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવાર પાસે BSF દ્વારા જાહેર કરાયેલી રમતગમત સંબંધિત સિદ્ધિઓના પ્રમાણપત્રો હોવા જોઈએ.
અરજી ફી
- જનરલ (UR) અને OBC પુરુષ ઉમેદવાર: ₹159
- મહિલા, SC અને ST ઉમેદવાર: કોઈ ફી નહીં
અરજી ફી ફક્ત ઑનલાઇન ચૂકવવાની રહેશે — ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા ઈ-વૉલેટ દ્વારા.
| Download Notification | Click Here |
BSF Online Apply : કેવી રીતે કરશો અરજી?
- ઑફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ
- હોમપેજ પર “Group-C Constable (GD Under Sports Quota) 2025” લિંક પર ક્લિક કરો
- ‘Apply Here’ બટન દબાવી નવું રજીસ્ટ્રેશન કરો
- જરૂરી માહિતી ભરી દસ્તાવેજ અપલોડ કરો અને ફી ભરો
- સબમિટ કરતા પહેલા માહિતી ચેક કરો
- અરજી સબમિટ થયા બાદ કન્ફર્મેશન પેજનો પ્રિન્ટ આઉટ રાખો
BSF Constable GD Vacancy 2025 : જરૂરી માહિતી
વિગતવાર નોટિફિકેશન, લાયકાત અને અન્ય અપડેટ્સ માટે BSF ની ઑફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર નિયમિત ચેક કરતા રહો.
🔗 ડાયરેક્ટ લિંક: BSF Constable GD Recruitment 2025 Apply Online
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









