ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ ધો.10 અને 12 પાસ યુવાઓ માટે સરસ તક આપી છે. જો તમારું સપનું દેશની સરહદ પર ફરજ બજાવવાનું છે, તો આ ભરતી તમારા માટે સુવર્ણ અવસર બની શકે છે.
BSF દ્વારા હેડ કોન્સ્ટેબલ (Radio Operator-RO અને Radio Mechanic-RM) માટે કુલ 1121 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાંથી 910 જગ્યાઓ રેડિયો ઓપરેટર માટે અને 211 જગ્યાઓ રેડિયો મિકેનિક માટે છે. ખાસ વાત એ છે કે તેમાં 280 જગ્યાઓ વિભાગીય ઉમેદવારો માટે રાખવામાં આવી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025 છે. એટલે કે હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. ઉમેદવારોએ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જવું પડશે.
ભરતીની મુખ્ય વિગતો
- ભરતી સંસ્થા: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
- પદનું નામ: હેડ કોન્સ્ટેબલ (RO & RM)
- કુલ ખાલી જગ્યાઓ: 1121
- અંતિમ તારીખ: 23 સપ્ટેમ્બર, 2025
- ઉંમર મર્યાદા: 18 થી 25 વર્ષ
- સત્તાવાર વેબસાઇટ: rectt.bsf.gov.in
લાયકાત
- ઉમેદવારોએ 12મું ધોરણ PCM (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મૅથમેટિક્સ) વિષય સાથે ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
- અથવા ધો.10 પાસ સાથે 2 વર્ષનો ITI ડિપ્લોમા કરેલો હોવો જોઈએ.
રેડિયો ઓપરેટર માટે જરૂરી ટ્રેડ્સ (ITI):
- રેડિયો, ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ, COPA, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર.
રેડિયો મિકેનિક માટે જરૂરી ટ્રેડ્સ (ITI):
- રેડિયો, ટેલિવિઝન, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, COPA, ઇલેક્ટ્રિશિયન, ફિટર, IT & ESM, ડેટા એન્ટ્રી ઓપરેટર, કમ્પ્યુટર હાર્ડવેર, મેકાટ્રોનિક્સ, ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ.
કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in ખોલો.
- “Recruitment Openings” વિભાગ પર ક્લિક કરો.
- “Head Constable RO/RM Recruitment 2025” નોટિફિકેશન વાંચો.
- Apply Online લિંક પર ક્લિક કરો.
- નોંધણી (Registration) પૂર્ણ કરી OTP વડે એકાઉન્ટ સક્રિય કરો.
- વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરી દો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- તમારી કેટેગરી મુજબ ફી ચૂકવો.
- ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ ભવિષ્ય માટે સાચવી રાખો.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









