Canara Bank Bharti 2025: બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. કેનેરા બેંકે દેશભરમાં 3500 એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ગુજરાતમાં પણ 87 જગ્યાઓ ફાળવવામાં આવી છે.
આ ભરતી માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની લખિત પરીક્ષા આપવાની રહેશે નહીં, પરંતુ સીધી મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.
ભરતીની વિગત
- સંસ્થા: કેનેરા બેંક
- પોસ્ટ: એપ્રેન્ટિસ
- જગ્યા: 3500 (ગુજરાતમાં 87)
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- વય મર્યાદા: 20 થી 28 વર્ષ
- સ્ટાઈપન્ડ: ₹15,000 પ્રતિ માસ
- અરજી શરુઆત: 23 સપ્ટેમ્બર 2025
- અરજી છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2025
- સત્તાવાર સાઇટ: www.canarabank.bank.in
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) હોવો જોઈએ.
- વય મર્યાદા 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
રાજ્ય પ્રમાણે જગ્યાઓ (કુલ 3500)
- ગુજરાત – 87
- કર્ણાટક – 591
- તમિલનાડુ – 394
- ઉત્તર પ્રદેશ – 410
- મહારાષ્ટ્ર – 201
- પશ્ચિમ બંગાળ – 150
- કેરળ – 243
- મધ્ય પ્રદેશ – 111
- હરિયાણા – 111
(અન્ય રાજ્યો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ)
અરજી ફી
- SC/ST/PwBD: કોઈ ફી નહીં
- અન્ય તમામ ઉમેદવારો: ₹500
કેવી રીતે અરજી કરવી?
- સૌથી પહેલા www.nats.education.gov.in પર Apprenticeship Portal પર નોંધણી કરો.
- પછી કેનેરા બેંકની સત્તાવાર સાઇટ www.canarabank.bank.in પર જાઓ.
- “Engagement of Graduate Apprentice” લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરો અને લોગિન પછી જરૂરી વિગતો ભરો.
- ફોટો, સહી, અંગૂઠાની છાપ વગેરે અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
નોટિફિકેશન
canara bank bharti notification
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









