Canara Robeco AMC IPO નો આજે અંતિમ દિવસ! જાણો GMP, સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, કિંમત રેન્જ અને એક્સપર્ટની સલાહ – અરજી કરવી કે નહીં, વાંચો વિગતવાર.
કેનરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) લિમિટેડનો IPO 9 ઓક્ટોબર 2025 એ શરૂ થયો હતો અને 13 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લો રહેશે. એટલે આજે અરજી કરવા માટે છેલ્લો દિવસ છે.
આ ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માંની એક છે. કંપનીએ IPO માટે કિંમત ₹253 થી ₹266 પ્રતિ ઈક્વિટી શેર જાહેર કર્યો છે.
આ પબ્લિક ઈશ્યૂ દ્વારા કંપની ₹1,326.13 કરોડ ભેગા કરવાની યોજના છે, જે પૂરી રીતે Offer For Sale (OFS) રૂપે આવશે. લિસ્ટિંગ BSE અને NSE પર થવાની સંભાવના છે.
જો તમે રોકાણ કરવા માંગતા હો તો રીટેલર તરીકે એક લોટમાં 56 શેર માટે અરજી કરવી પડશે.
GMP અપડેટ
બજાર નિરીક્ષકો મુજબ, કેનરા રોબેકો AMC ના શેર ગ્રે માર્કેટ માં ₹7 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે આજે IPO નો GMP ₹18 છે, જે લગભગ 7% નો લિસ્ટિંગ ગેઈન સંકેત આપે છે.
જો કે, બીડિંગ ના બીજા દિવસ ના અંત સુધી ઈશ્યૂ ના માત્ર 50% થી ઓછા હિસ્સા સબ્સ્ક્રાઈબ થયા હતા, જે મધ્યમ પ્રતિસાદ દર્શાવે છે.
Canara Robeco IPO Subscription Status
છેલ્લા દિવસના 4:03 PM સુધી IPO ની સ્થિતિ આ રીતે હતી:
- કુલ બુકિંગ: 9.63 ગણું
- રીટેલ પોર્ટફોલિયો: 1.73 ગણું
- NII સેગમેન્ટ: 6.33 ગણું
- QIB સેગમેન્ટ: 25.92 ગણું
એક્સપર્ટ રીવ્યુ: લાંબા ગાળે લાભદાયી બની શકે છે
અનુજ ગુપ્તા (ડિરેક્ટર, Ya Wealth) એ કહ્યું છે કે, “Canara Robeco IPO પુરેપુરો OFS છે અને ફુલી પ્રાઈસ્ડ છે, પણ મધ્યમ થી લાંબા ગાળાના રોકાણ માટે સબસ્ક્રાઈબ કરી શકાય.
સેકન્ડરી માર્કેટ માં સુધારાના સંકેત મળે તો આ ઈશ્યૂ માં વધુ વધારો સંભવિત છે.”
તેમણે વધુ ઉમેર્યું કે, “LG Electronics IPO પછી પ્રાઈમરી માર્કેટ માં ફરી ઉછાળો આવવાની શક્યતા છે અને Canara Robeco તે માટે સારી સંભાવના રાખે છે.”
અરુણ કેજરીવાલ (ફાઉન્ડર, Kejriwal Research and Investment Services) એ કહ્યું,
“Valuation આકર્ષક છે, પણ પૂર્ણ OFS હોવાને કારણે થોડું માઇનસ પોઈન્ટ છે.
છેલ્લા 14 IPO માં થી 10 હાલ તેમના અપર પ્રાઈસ થી નીચે ટ્રેડ થઈ રહ્યા છે.
તેથી ફક્ત લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઈશ્યૂ ઉપયોગી છે.”
તેમણે ઉમેર્યું કે, “RBI દ્વારા દર કાપ થ્યા પછી AMC માર્કેટ માં મોટો જમ્પ આવી શકે છે.”
લાંબા ગાળાના રોકાણકારો માટે ‘Subscribe’
જો તમે ટૂંકા ગાળાનો ગેઈન શોધી રહ્યા હોય તો તમારે સલાહકાર મુજબ નિર્ણય લેવો જોઈએ.
પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે Canara Robeco AMC IPO એક મજબૂત અને સ્થિર ચોઈસ બની શકે છે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.











