સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2026ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. બોર્ડની જાહેરાત મુજબ, પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026 વચ્ચે યોજાશે.
વિશેષ વાત એ છે કે પ્રથમ વખત ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ બે રાઉન્ડમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પરથી કામચલાઉ પરીક્ષાનું ટાઈમટેબલ જોઈ શકે છે.
ક્યારે લેવાશે પરીક્ષા?
- ધોરણ 10ની પરીક્ષા: 17 ફેબ્રુઆરીએ ગણિત વિષયથી શરૂ થશે.
- ધોરણ 12ની પરીક્ષા: 17 ફેબ્રુઆરીએ બાયોટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને શોર્ટહેન્ડ (અંગ્રેજી) વિષયોથી શરૂ થશે.
પરીક્ષાઓ સવારે 10:30 થી બપોરે 12:30 અથવા 1:30 વાગ્યા સુધી યોજાશે.
કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે?
CBSE અનુસાર, ભારત સહિત 26 દેશોના અંદાજે 4.5 મિલિયન વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર રહેશે. કુલ 204 વિષયોમાં પરીક્ષા લેવાશે.
પ્રથમ વખત 10મીની પરીક્ષા બે રાઉન્ડમાં
- રાઉન્ડ 1: 17 ફેબ્રુઆરી થી 9 માર્ચ 2026
- રાઉન્ડ 2: 15 મે થી 1 જૂન 2026
મૂલ્યાંકનની ગાઈડલાઈન
CBSEની માર્ગદર્શિકા મુજબ, દરેક વિષયની પરીક્ષા પછી લગભગ 10 દિવસમાં મૂલ્યાંકન શરૂ થશે અને 12 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
ઉદાહરણ તરીકે, જો ધોરણ 12 ભૌતિકશાસ્ત્રની પરીક્ષા 20 ફેબ્રુઆરીએ લેવાય, તો તેનું મૂલ્યાંકન 3 માર્ચથી 15 માર્ચ 2026 વચ્ચે પૂર્ણ થશે.
આ રીતે પરીક્ષા, મૂલ્યાંકન અને પરિણામની સમગ્ર પ્રક્રિયા સમયસર પૂરી થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
આવી Educational સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.












