CBSE Scholarship 2025 : CBSE એ ધોરણ 10 પાસ કરેલી સિંગલ ગર્લ ચાઇલ્ડ વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ 2025 જાહેર કરી છે. દર મહિને મળશે ₹500, જાણો લાયકાત, સમયગાળો અને અરજી પ્રક્રિયા.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ 2025ની જાહેરાત કરી છે. આ યોજના ખાસ કરીને એવી વિદ્યાર્થીનીઓ માટે છે જેઓ ધોરણ 10 પાસ કરીને હાલમાં CBSE સંલગ્ન શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરી રહી છે. યોજના હેઠળ દર મહિને વિદ્યાર્થીનીઓને ₹500 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
CBSE Scholarship 2025 ની મુખ્ય વિગતો
| શિષ્યવૃત્તિનું નામ | સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે CBSE મેરિટ સ્કોલરશીપ યોજના |
|---|---|
| સંસ્થા | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) |
| લાભાર્થી | સિંગલ ગર્લ ચાઇલ્ડ વિદ્યાર્થીનીઓ |
| શિષ્યવૃત્તિ રકમ | ₹500 પ્રતિ મહિને |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23 ઓક્ટોબર, 2025 |
| અરજી કયાં કરવી? | cbse.gov.in |
CBSE Scholarship 2025 : લાયકાત
- માત્ર સિંગલ ગર્લ ચાઇલ્ડ (એકમાત્ર સંતાન) વિદ્યાર્થીની અરજી કરી શકે.
- ધોરણ 10 માં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.
- શાળાની ટ્યુશન ફી ₹1,500 પ્રતિ મહિનેથી વધુ ન હોવી જોઈએ.
- NRI વિદ્યાર્થીઓ માટે ફી મર્યાદા ₹6,000 પ્રતિ મહિને છે.
- વિદ્યાર્થીએ CBSE સંલગ્ન શાળામાં અભ્યાસ કરવો ફરજિયાત છે.
શિષ્યવૃતિ નો સમયગાળો
- આ શિષ્યવૃત્તિ એક વર્ષ માટે આપવામાં આવશે.
- આગામી વર્ષ શિષ્યવૃતિ મેળવવા માટે, વિદ્યાર્થીએ આગળના ધોરણમાં પ્રમોશન માટે ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા પડશે.
અરજી પ્રક્રિયા
- વિદ્યાર્થીનીઓને CBSE ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરવી પડશે.
- અરજી કર્યા બાદ, શાળાની તરફથી અરજીની ચકાસણી ફરજિયાત રહેશે.
- આ માટે CBSE એ ખાસ શિષ્યવૃત્તિ પોર્ટલ તૈયાર કર્યું છે.
આ રીતે, CBSE ની આ યોજના સિંગલ ગર્લ ચાઇલ્ડ વિદ્યાર્થીનીઓ માટે મોટી રાહત અને પ્રોત્સાહનરૂપ બની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ
વધુ માહિતી અને ઑનલાઇન ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
આવી Educational સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.












