DA Hike 2025 : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! મોંઘવારી ભથ્થા (DA) અને બોનસની જાહેરાત જલ્દી થઇ શકે છે. જાણો તમામ વિગતો.
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી પહેલા સારા સમાચાર આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) અંગે તાત્કાલિક જાહેરાત કરવાની માંગણી થઇ છે.
દિવાળીની ગિફ્ટ બની શકે છે DA વધારો
કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે સપ્ટેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં ડીએ વધારાની જાહેરાત થશે અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ત્રણ મહિનાના બાકી પગાર સાથે ચુકવણી કરવામાં આવશે. આ પ્રથા ઘણા વર્ષોથી ચાલતી આવી છે.
DA Hike 2025 : માટે કન્ફેડરેશનનો પત્ર
કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સે નાણામંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે 1 જુલાઈ 2025 થી લાગુ થનારા ડીએ/ડીઆર હપ્તાની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. આ વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ વધ્યો છે.
કેવી રીતે થાય છે ડીએની ગણતરી?
ડીએની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (CPI-IW) પરથી કરવામાં આવે છે. સૂત્ર મુજબ:
DA (%) = [(છેલ્લા 12 મહિનાનો CPI-IW સરેરાશ – 261.42) ÷ 261.42] × 100
આ ઇન્ડેક્સ મોંઘવારીની હકીકત દર્શાવે છે અને ખાતરી કરે છે કે કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક આવક પર સીધી અસર ન થાય.
તહેવારો પહેલા રાહતની અપેક્ષા
કર્મચારીઓ અને પેન્શનરો બંનેની માંગ છે કે સરકાર તહેવારો પહેલા જલ્દીથી ડીએ/ડીઆર અને બોનસની જાહેરાત કરે, જેથી તેમને દિવાળીએ આર્થિક રાહત મળી શકે.
આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.












