Digital Crop Survey-Gujarat ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલ ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલુ છે. આ વખતે પણ ગત વર્ષની જેમ નોંધણી વખતે ખેડૂતો દ્વારા દર્શાવેલા સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે તુલના કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે.
જો કોઈ સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તો, રૂબરૂમાં જઈ પાક સર્વે કરવામાં આવશે. એટલે જ ખેડૂત મિત્રો માટે ક્રોપ સર્વેની કામગીરી કરાવવી ફરજિયાત છે.
ખેડૂત પોતે મોબાઈલથી કરી શકશે પાક સર્વે
ખેડૂતો પોતે પણ સર્વે કરી શકે છે. તેના માટે Playstore પરથી Digital Crop Survey-Gujarat એપ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા ખેડૂત પોતે પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરી શકશે.
ખેડૂતોને આપવામાં આવશે તાલીમ અને જોઈ શકશો લાઈવ પ્રસારણ
આ અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સ્તરે 17 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 12 થી 1 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવશે.
આ તાલીમનું જીવંત પ્રસારણ “વંદે ગુજરાત” ચેનલ-4 પર જોવા મળશે.
આવી Latest News સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.











