ભારતમાં કરોડો લોકો માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. હવે આધાર અપડેટ કરવા માટે વારંવાર સેન્ટર જવાની જરૂર નહીં પડે. કારણ કે UIDAI એક નવી એપ લાવવાની તૈયારીમાં છે. જેનું નામ છે e-Aadhaar App.
શું મળશે આ એપમાં?
- યુઝર્સ પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર મોબાઇલ પરથી જ અપડેટ કરી શકશે
- એપ એક all-in-one digital interface તરીકે કામ કરશે
- પ્રક્રિયા બનશે વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત
ક્યારે થશે લોન્ચ?
સરકારી સૂત્રો અનુસાર, આ એપ 2025 ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. UIDAI માને છે કે આ પગલું આધાર સેવાઓને વધુ સુગમ બનાવશે.
નવાં ફીચર્સ શું હશે?
- AI અને Face ID ટેકનોલોજીનો ઉપયોગ → વધુ સુરક્ષિત અનુભવ
- ફક્ત બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ/આઈરિસ સ્કેન) માટે જ આધાર સેન્ટર જવું પડશે
- બોજારૂપ કાગળકામ ઘટશે, પ્રક્રિયા ઝડપથી પૂરી થશે
ઓટોમેટિક ડેટા થશે અપડેટ
UIDAI આ એપમાં એવી સુવિધા લાવી રહ્યું છે જેમાં ડેટા સીધો જ સરકારી સ્ત્રોતમાંથી ફેચ કરશે, જેમ કે:
- જન્મ પ્રમાણપત્ર
- PAN કાર્ડ
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- રેશન કાર્ડ (PDS)
- મનરેગા રેકોર્ડ
- વીજળી બિલ દ્વારા સરનામાની ચકાસણી
આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ
- તાજેતરમાં MeitY (ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય) દ્વારા આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ શરૂ કરાયું છે.
- આ પોર્ટલ દ્વારા:આધાર પ્રમાણીકરણ અરજીઓની મંજૂરી પ્રક્રિયા સરળ બનશે
- અરજીઓ ઝડપથી ક્લિયર થશે
- આધાર સેવાઓ વધુ પ્રવર્તક અને inclusive બનશે
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.












1 thought on “e-Aadhaar App થશે લોન્ચ : હવે નામ, સરનામું, જન્મ તારીખ મોબાઇલથી જ ઘરે બેઠા અપડેટ કરી શકાશે!”