ઇન્ટરનેટ ક્યારેય આપણને આશ્ચર્યચકિત કરવામાં પાછળ નથી પડતું. દર થોડા સમયમાં કોઈને કોઈ નવા અને ક્રેઝી ટ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા છલકાલાઇ જતું હોય છે. હાલ સૌથી વધુ ચર્ચામાં છે Google Nano Banana ટ્રેન્ડ.
જો તમે છેલ્લા થોડા દિવસોમાં Instagram, facebook કે X (Twitter) પર સ્ક્રોલ કર્યું હશે તો તમને ચોક્કસ નાના, ચમકદાર, કાર્ટૂન જેવા દેખાતા પૂતળાં નજરે પડ્યાં હશે. આ પૂતળાં એટલા રિયલ અને ક્યૂટ લાગે છે કે જોઈને જ લાગશે કે ખરેખર ક્યાંક છે.
આ Nano Banana હકીકતમાં કોઈ સામાન્ય રમકડાં નથી, પણ Google ના AI ટૂલ Gemini 2.5 Flash Imageની મદદથી બનાવાયેલા અતિ-વાસ્તવિક 3D ડિજિટલ પૂતળાં છે.
ઓનલાઈન સમુદાયે આ નવા ક્રિએશન્સને પ્રેમથી નામ આપ્યું છે – “Nano Banana ”. હવે આ નામ જ સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયું છે.
“Google Nano Banana” ટ્રેન્ડનો ક્રેઝ: હવે કોઈપણ બનાવી શકે પોતાનું ક્યૂટ 3D પૂતળું!
સોશિયલ મીડિયા પર હાલ સૌથી વધુ ચર્ચાતો વિષય છે – “ગુગલ નેનો બનાના” ટ્રેન્ડ. શરૂઆતમાં લોકો વિચારતા હતા કે આ હાથથી બનાવેલા મોંઘા મોડલ્સ છે કે કોઈ ખાસ ડિઝાઇનર્સની ક્રિએશન. પણ હકીકત એ છે કે આ બધું AI દ્વારા જનરેટ થયેલું છે.
Google ના Gemini 2.5 Flash Image ટૂલથી બનાવાયેલા આ પૂતળાં ચમકદાર, મનોહર અને એટલા પોલિશ્ડ લાગે છે કે જોઈને કોઈને વિશ્વાસ જ ન આવે કે આ ફક્ત થોડા ક્લિક્સમાં બની શકે છે.
હવે તો લોકો પોતાના પાળતુ પ્રાણીઓ, મનપસંદ સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ સુધીને “નેનો બનાના” સ્ટાઈલમાં બદલી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આસામના મુખ્યમંત્રી પણ આ ટ્રેન્ડમાં જોડાઈ ગયા છે.
Google Nano Banana: નેનો બનાના શું છે?
તાજેતરમાં સોશિયલ મીડિયામાં “નેનો બનાના” નામનો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થયો છે. આ હાથથી બનાવેલા કોઈ મોંઘા આર્ટિકલ નથી, પરંતુ AI દ્વારા બનેલી 3D ફોટા છે, જે ફક્ત થોડા ક્લિક્સમાં તૈયાર થઈ જાય છે.
લોકો શા માટે Nano Banana Trend ના દીવાના બન્યા?
- બનાવવું ખૂબ જ સરળ
- ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી
- ફ્રીમાં સ્ટુડિયો-ક્વોલિટી ઇમેજ મળે છે
- ફક્ત ફોટો અને એક નાનો ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવો પડે છે.
નેનો બનાના ટ્રેન્ડ શા માટે શરૂ થયો?
Googleનું નવું મોડેલ Gemini 2.5 Flash Image એ આ શક્ય બનાવ્યું છે. વપરાશકર્તાઓ તેમના ફોટા અથવા પ્રોમ્પ્ટ પરથી 3D મિની-મી બનાવી શકે છે. Facebook, Whatsapp, Instagram, X અને YouTube પર ઇન્ફ્લુએન્સર્સથી લઈને સામાન્ય લોકો સુધી સૌ કોઈએ તેમના Nano Bananas શેર કરવાનું શરૂ કર્યું અને ટ્રેન્ડ આખી દુનિયામાં ફેલાઈ ગયો.
કેવી રીતે બનાવશો તમારું મફત Nano Banana?
- Google AI Studio ખોલો (એપ્લિકેશન અથવા વેબસાઇટ).
- સ્ટાઇલ પસંદ કરો – ફોટો + પ્રોમ્પ્ટ (તૈયાર કરેલું) અથવા ફક્ત પ્રોમ્પ્ટ.
- ફોટો અપલોડ કરી પ્રોમ્પ્ટ લખો – Google દ્વારા આપવામાં આવેલા ઓફિશિયલ ટેમ્પલેટનો ઉપયોગ કરી શકો છો.
- Generate કરો અને Review કરો – સેકન્ડોમાં તમારી 3D મૂર્તિ તૈયાર!
ગુગલના ઓફિશિયલ આંકડાની વાત કરીએ તો 6 સપ્ટેમ્બર, 2025 સુધીમાં 20 કરોડથી વધુ Google Nano Banana Images બની ચૂકી છે.











