GPSC STI Bharti 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર સહીત અન્ય પદો માટે 323 જગ્યાઓ પર ભરતી. અરજીની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2025. અહીં વાંચો લાયકાત, અરજી પ્રક્રિયા અને અગત્યની માહિતી.
સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે મોટી ખુશખબર આવી છે! ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા State Tax Inspector (STI) Bharti 2025 માટે અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 323 જગ્યાઓ ભરાશે.
જો તમે ગ્રેજ્યુએશન પાસ છો અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સોનેરી તક છે.
State Tax Inspector (STI) Bharti 2025 : ભરતીની વિગતવાર માહિતી
- સંસ્થાનું નામ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
- પોસ્ટનું નામ: સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર (STI) તથા અન્ય પોસ્ટ્સ
- કુલ જગ્યાઓ: 323
- નોકરીનું સ્થળ: ગુજરાત
- અરજી પદ્ધતિ: ઓનલાઈન
- છેલ્લી તારીખ: 17/10/2025
- ઓફિશિયલ વેબસાઈટ: gpsc.gujarat.gov.in
રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ–3 માટે જગ્યાઓની વિગત
| શ્રેણી | જગ્યાઓની સંખ્યા |
|---|---|
| કુલ જગ્યાઓ | 323 |
| બિન અનામત (સામાન્ય) | 138 |
| આર્થિક રીતે નબળા વર્ગો (EWS) | 25 |
| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) | 58 |
| અનુ. જાતિ (SC) | 23 |
| અનુ. જન જાતિ (ST) | 51 |
મહિલાઓ માટે અનામત જગ્યાઓ
| શ્રેણી | જગ્યાઓની સંખ્યા |
|---|---|
| બિન અનામત (સામાન્ય) | 46 |
| આર્થિક રીતે નબળા વર્ગો (EWS) | 8 |
| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) | 28 |
| અનુ. જાતિ (SC) | 7 |
| અનુ. જન જાતિ (ST) | 16 |
દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે અનામત જગ્યાઓ
| પ્રકાર | જગ્યાઓની સંખ્યા |
|---|---|
| દિવ્યાંગ (PWD) | 13 |
| માજ સૈનિક (Ex-Servicemen) | 32 |
લાયકાત અને ઉંમર મર્યાદા
- શૈક્ષણિક લાયકાત: કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Graduation Pass હોવું જરૂરી.
- ઉંમર મર્યાદા: સામાન્ય ઉમેદવારો માટે 20 થી 35 વર્ષ. (કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.)
પસંદગી પ્રક્રિયા
GPSC STI ભરતીમાં ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં થશે:
- Preliminary Exam – Objective પ્રશ્નો
- Mains Exam – Descriptive પ્રશ્નો
👉 પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ગુજરાત-ભારતનો ઈતિહાસ, અર્થતંત્ર, કાયદો, ગણિત અને તર્કશક્તિ જેવા વિષયો આવશે.
અગત્યની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 03/10/2025
- છેલ્લી તારીખ: 17/10/2025
- પ્રાથમિક કસોટી (Preliminary Test): 04 જાન્યુઆરી 2026
- મુખ્ય પરીક્ષા (Mains Examination): 22 થી 29 માર્ચ 2026
મહત્વની લિંક્સ
- Official Notification : અહીં જુઓ
- Apply Online : અહીં ક્લિક કરો
GPSC STI Bharti 2025 : અરજી કરવાની રીત
- સૌપ્રથમ GPSC OJAS વેબસાઈટ ખોલો.
- “Apply Online” વિભાગમાંથી STI Bharti 2025 પસંદ કરો.
- Registration કરી Login કરો.
- જરૂરી માહિતી ભરીને દસ્તાવેજ અપલોડ કરો.
- Online Fees ભર્યા બાદ ફોર્મ Submit કરો.
- અંતે ફોર્મનો પ્રિન્ટ કાઢી રાખવો જરૂરી છે.
પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ
આ પરીક્ષા કમિશન દ્વારા બે તબક્કામાં યોજવામાં આવશે:
1. પ્રાથમિક કસોટી (Preliminary Test)
- સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર
- કુલ ગુણ: 200
- સમય: 2 કલાક
અંધ (દિવ્યાંગ) ઉમેદવારો માટે:
પ્રાથમિક તથા મુખ્ય લેખિત પરીક્ષામાં દરેક પેપરમાં 20 મિનિટનો વધારાનો સમય (Compensatory Time) આપવામાં આવશે.
મંજુર ઉમેદવારોને આગળ મુખ્ય પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
2. મુખ્ય લેખિત પરીક્ષા
કુલ 4 પ્રશ્નપત્રો રહેશે.
| ક્રમ | વિષય | કુલ ગુણ | સમય |
|---|---|---|---|
| પ્રશ્નપત્ર-1 | ગુજરાતી ભાષા | 100 ગુણ | 3:00 કલાક |
| પ્રશ્નપત્ર-2 | અંગ્રેજી ભાષા | 100 ગુણ | 3:00 કલાક |
| પ્રશ્નપત્ર-3 | સામાન્ય અભ્યાસ – 1 | 100 ગુણ | 3:00 કલાક |
| પ્રશ્નપત્ર-4 | સામાન્ય અભ્યાસ – 2 | 100 ગુણ | 3:00 કલાક |
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.










