GPSSB AAE (Civil) Recruitment 2025 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 07-10-2024 થી 06-11-2024 સુધી OJAS વેબસાઇટ પર કરવાની રહેશે.
ઉમેદવારો https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અરજી ફી SBI e-Pay માધ્યમથી ચૂકવવાની રહેશે.
GPSSB Bharti 2025 : ભરતીની માહિતી
| બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
| જાહેરાત નં | 19/2024-25 |
| પદનું નામ | આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ |
| કુલ જગ્યાઓ | 350 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06-11-2024 |
| અરજી વેબસાઇટ | ojas.gujarat.gov.in |
GPSSB Bharti 2025 પોસ્ટ વિગતો
| શ્રેણી | જગ્યાઓની સંખ્યા |
|---|---|
| સામાન્ય વર્ગ (OC) | 140 |
| આર્થિક રીતે નબળો વર્ગ (EWS) | 41 |
| સમાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) | 91 |
| અનુ.જાતિ (SC) | 19 |
| અનુ.જનજાતિ (ST) | 59 |
| કુલ જગ્યાઓ | 350 |
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ : શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર પાસે ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતના કેન્દ્ર કે રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત કે સમાવવામાં આવેલી કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલું સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.
- અથવા, એવી કોઈ શૈક્ષણિક સંસ્થા, જેને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ-3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરવામાં આવી હોય અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર પણ પાત્ર ગણાશે.
- પરંતુ, જે ઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી (B.E./B.Tech.) છે, તે અરજી કરવા પાત્ર નહીં ગણાય.
- ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે.
- ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનામત વર્ગોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
પગાર ધોરણ
- પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ₹49,600 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
GSSSB Assistant Engineer (CIVIL) ભરતી 2025 જાણો અરજી કરવાની રીત
- ઉમેદવારે સૌપ્રથમ ojas.gujarat.gov.in પર જવું.
- “Current Advertisement” વિભાગમાં જઈ GPSSB Recruitment પસંદ કરવી.
- “Apply Online” પર ક્લિક કરી માહિતી દાખલ કરો.
- ફોર્મ ભર્યા પછી Final Submit કરો અને પ્રિન્ટ કૉપી રાખવી.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ: 6 ઑક્ટોબર 2025
- છેલ્લી તારીખ: 06 નવેમ્બર 2025
નોટિફિકેશન
- GPSSB AAE (Civil) Bharti 2025 Notification – Download PDF
- GPSSB AAE (Civil) Bharti 2025 Apply Online
જો તમે સિવિલ એન્જીનીયર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો અને સરકારી નોકરીનું સપનું જોતા હો, તો GPSSB આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ) ભરતી 2025 તમારા માટે શ્રેષ્ઠ તક છે. આજેજ અરજી કરો!
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.










