GSRTC Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદ વિભાગીય ડિવિઝનમાં એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ITI પાસ થયેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સરસ તક છે.
GSRTC Recruitment 2025 – ખાલી જગ્યાઓ
એપ્રેન્ટિસશિપ અંતર્ગત નીચેના ટ્રેડ્સમાં ભરતી થશે:
- MMV
- વાયરમેન
- ઇલેક્ટ્રીશિયન
- વેલ્ડર
- ફીટર
- બોડી ફીટર
- ડીઝલ મેકેનિક
- પેઇન્ટર
- પંપ ઓપરેટર
- કાર્પેન્ટર
કુલ 12 પ્રકારની ટ્રેડ્સ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.
GSRTC Ahmedabad Bharti : મહત્વની તારીખો
- અરજી શરૂ: 15 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ: 25 સપ્ટેમ્બર 2025, બપોરે 2 વાગ્યા સુધી
અરજદારોએ સમયમર્યાદામાં અરજી કરવી ફરજિયાત છે.
GSRTC ભરતી 2025 – લાયકાત
- ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં ITI પાસ હોવું જોઈએ.
- શૈક્ષણિક લાયકાત સાથે તમામ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.
કેવી રીતે કરશો અરજી?
ઉમેદવારોએ www.apprenticeship.gov.in પર જઈને ઓનલાઈન નોંધણી કરવી પડશે.
ત્યારબાદ તેની હાર્ડકોપી સાથે જરૂરી દસ્તાવેજો GSRTC, વહીવટી શાખા, વિભાગીય ડિવિઝન કચેરી, ગીતામંદિર, અમદાવાદ ખાતે જમા કરાવવાની રહેશે.










2 thoughts on “GSRTC માં ભરતી! અમદાવાદ વિભાગમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસશિપની તક, જાણો તમામ વિગત”