GSRTC Conductor Bharti 2025 : સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) માં કંડક્ટર પોસ્ટ માટે નવી ભરતી જાહેર થઈ છે. આ વખતે ભરતી ખાસ કરીને માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ રાખવામાં આવી છે.
માહિતી અનુસાર, કુલ 571 પોસ્ટ પર ભરતી થશે અને તેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં OJAS વેબસાઇટ પર જાહેર થશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે અને ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત એસટીમાં બમ્પર ભરતીનો સિલસિલો ચાલુ
હાલમાં જ GSRTC દ્વારા મોટી ભરતી યોજાઈ હતી અને હવે ફરી એકવાર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી છે કે આ ભરતી 100% દિવ્યાંગ ઉમેદવારો માટે જ રહેશે.
OJAS પર મળશે તમામ માહિતી
આ ભરતી અંગેની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, ઉંમરની મર્યાદા, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ જેવી તમામ માહિતી OJAS વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે લાગુ પડતા ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા પણ સ્પષ્ટ રીતે ઓજસ પર મૂકવામાં આવશે.
તો જો તમે દિવ્યાંગ વર્ગમાં આવો છો અને સરકારી નોકરીની તક શોધી રહ્યા છો, તો આ ભરતી તમારા માટે સુવર્ણ મોકો બની શકે છે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









