દેશમાં 22 સપ્ટેમ્બર 2025, નવરાત્રીના પ્રથમ દિવસે, GST 2.0 રિફોર્મ્સ અમલમાં આવશે. આ સુધારો પરોક્ષ કરવેરા વ્યવસ્થામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. હવે માત્ર બે GST સ્લેબ 5% અને 18% રહેશે, જ્યારે આલ્કોહોલ, તમાકુ અને ઓનલાઇન ગેમિંગ જેવી મોજશોખની વસ્તુઓ પર 40% Sin Tax લાગશે.
શું થશે સસ્તું?
રોજિંદી ચીજો:
- ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ
- બિસ્કિટ, નાસ્તા, પેકેજ્ડ ફૂડ, જ્યુસ
- ઘી, માખણ, બટર, કન્ડેન્સ્ડ મિલ્ક
- સાયકલ અને સ્ટેશનરી આઈટમ
- કપડાં, ચપ્પલ-જૂતા
હોમ એપ્લાયન્સિસ અને ઇલેક્ટ્રોનિક્સ:
- એર કન્ડિશનર, રેફ્રિજરેટર, ડિશવોશર
- મોટી સ્ક્રીનવાળા ટીવી
- સિમેન્ટ
ઓટોમોબાઈલ ક્ષેત્ર:
- 1200 CCથી ઓછી નાની કાર પર ટેક્સ 28%થી ઘટીને 19%
- ટૂ-વ્હીલર પણ થશે સસ્તા
- લક્ઝરી કાર અને SUV પર વધુ GST લાગશે, પરંતુ સેસ દૂર થતા થોડી રાહત
સેવાઓ:
- વીમા પ્રીમિયમ હવે કરમુક્ત
- નાણાકીય સેવાઓમાં પણ રાહત
શું થશે મોંઘું?
- પાન મસાલા, તમાકુ પ્રોડક્ટ્સ
- આલ્કોહોલ
- ઓનલાઇન સટ્ટો અને ગેમિંગ
- હીરા અને કિંમતી રત્નો જેવી લક્ઝરી વસ્તુઓ
- પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હજુ પણ GSTની બહાર, એટલે ઇંધણમાં રાહત નહીં
GST સુધારાથી શું ફાયદો?
- વપરાશમાં વધારો: રોજિંદી વસ્તુઓ સસ્તી થતા ઘરખર્ચમાં રાહત અને તહેવારોમાં માંગ વધશે.
- શેરબજારમાં તેજી: જાહેરાત બાદ નિફ્ટી 50માં 1%થી વધુનો ઉછાળો, ઓટો અને કન્ઝ્યુમર ગુડ્ઝ શેરમાં વૃદ્ધિ.
- મધ્યમ વર્ગને સહાય: વીમા પ્રીમિયમ સસ્તું થવાથી બજેટ પરનો ભાર ઓછો.
- ધંધાને ફાયદો: MSME અને નાના ઉદ્યોગો માટે ટેક્સ માળખું સરળ બનશે.
નવરાત્રીથી શરૂ થતો આ GST 2.0 બચત મહોત્સવ સીધો તમારી ખિસ્સા પર અસર કરશે – દૈનિક વપરાશની ચીજવસ્તુઓથી લઈને કાર અને ટીવી-ફ્રિજ સુધી હવે બધું મળશે વધુ સસ્તું.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.












