GST Council Meeting : GST કાઉન્સિલની 56મી બેઠક 3 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સામાન્ય જનતા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. એમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે રેડી-ટુ-મૂવ અને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ્સ પર લાગતા GST અંગે નવી જાહેરાત થઈ છે.
હાલમાં ઘર ખરીદવા પર કેટલો GST લાગે છે?
- અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ – સામાન્ય રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ પર: 5% GST (ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર) અને અફોર્ડેબલ હાઉસિંગ (₹45 લાખ સુધીના ઘરો): ફક્ત 1% GST
- રેડી-ટુ-મૂવ ફ્લેટ – હાલમાં 0% GST વસૂલાય છે. એટલે કે, પહેલાથી તૈયાર અને રજીસ્ટર્ડ ઘર પર કોઈ ટેક્સ લાગતો નથી.
આ પણ વાંચો :
બાંધકામના સામાન પર GST કેટલો છે?
સામાન્ય રીતે બિલ્ડિંગ મટીરિયલ પર લાગતાં GST ને કારણે મકાન બનાવવાનો ભાવ વધી જતો હોય છે.
- સિમેન્ટ – 28%
- સળિયા અને સ્ટીલ – 18%
- પ્લાયવુડ, ટાઇલ્સ, પેઇન્ટ – 18%
- ઇલેક્ટ્રિકલ ફિટિંગ, સેનિટરી વેર, હાર્ડવેર – 18%
જો GST ઘટાડશે તો શું થશે?
રિયલ એસ્ટેટ નિષ્ણાતો કહે છે કે જો સરકાર GST દર ઘટાડે તો ઘર ખરીદનારાઓ અને બિલ્ડરો બંનેને મોટો ફાયદો થશે.
- બાંધકામનો ખર્ચ ઘટશે
- ઘર બનાવવું સસ્તું થશે
- હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન મળશે
- નવા પ્રોજેક્ટ્સની માંગ વધશે
બિલ્ડરો ભાવ ઘટાડશે કે નહીં?
ઘણા વખત એવું બને છે કે સામાનના ભાવમાં ઘટાડો થવા છતાં બિલ્ડર પોતાના ફ્લેટના ભાવ નથી ઘટાડતા કારણ કે હાઉસિંગની માંગ સતત રહે છે. એટલે જ ગ્રાહકોને સીધો મોટો લાભ મળે કે નહીં તે બિલ્ડરના નિર્ણય પર આધાર રાખશે.
એકંદરે જો GST કાઉન્સિલ આ અંગે રાહત આપે, તો ઘર ખરીદનારા માટે ચોક્કસ અચ્છે દિન આવી શકે છે.












