ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટી તક આવી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા GTU-ITR મેવડ, મહેસાણા ખાતે ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 19 જગ્યાઓ માટે આ ભરતી થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 24 સપ્ટેમ્બર 2025.
GTU ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયાની તમામ વિગત અહીં આપી છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)
- પોસ્ટ: ટિચિંગ અને નોન ટિચિંગ
- કુલ જગ્યાઓ: 19
- સ્થળ: GTU-ITR, મેવડ, મહેસાણા
- અરજી મોડ: ઑનલાઈન + ઑફલાઈન
- ઑનલાઈન અરજીની છેલ્લી તારીખ: 24-9-2025
- ઑફલાઈન અરજી મોકલવાની છેલ્લી તારીખ: 1-10-2025
- અરજી વેબસાઈટ: gtunt.samarth.edu.in
GTU ભરતી 2025 – જગ્યાની વિગતો
- ટિચિંગ સ્ટાફ
- પ્રોફેસર (કમ્પ્યુટર) – 1
- આસિસ્ટન્ટ પ્રોફેસર (કમ્પ્યુટર) – 1
- એસોસિએટ પ્રોફેસર – 4
- આસિસ્ટન્ટ પ્રોફેસર (ઈલેક્ટ્રિક) – 2
- આસિસ્ટન્ટ પ્રોફેસર (સિવિલ) – 3
- આસિસ્ટન્ટ પ્રોફેસર (મિકેનિકલ) – 3
- નોન ટિચિંગ સ્ટાફ
- આસિસ્ટન્ટ લાયબ્રેરિયન – 1
- લેબોરેટરી ટેક્નિશિયન (કમ્પ્યુટર) – 1
- લેબોરેટરી ટેક્નિશિયન (સિવિલ) – 1
- લેબોરેટરી આસિસ્ટન્ટ (સિવિલ) – 1
- લેબોરેટરી આસિસ્ટન્ટ (મિકેનિકલ) – 1
શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ માટે અલગ લાયકાત રાખવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં GTUની સત્તાવાર જાહેરાત જરૂરથી વાંચવી.
વય મર્યાદા
- આસિસ્ટન્ટ લાયબ્રેરિયન: મહત્તમ 45 વર્ષ
- લેબોરેટરી ટેક્નિશિયન (કમ્પ્યુટર/સિવિલ): 40 વર્ષથી નીચે
- લેબોરેટરી આસિસ્ટન્ટ (સિવિલ/મિકેનિકલ): 40 વર્ષથી નીચે
પગાર ધોરણ
- પ્રોફેસર (કમ્પ્યુટર): ₹1,44,200 – ₹2,18,200
- એસોસિએટ પ્રોફેસર: ₹1,31,400 – ₹2,17,100
- આસિસ્ટન્ટ પ્રોફેસર (બધી બ્રાંચ): ₹57,700 – ₹1,82,400
- આસિસ્ટન્ટ લાયબ્રેરિયન: ₹56,100 – ₹1,77,500
- લેબોરેટરી ટેક્નિશિયન (કમ્પ્યુટર/સિવિલ): ₹40,800 (ફિક્સ પ્રતિ માસ)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (સિવિલ/મિકેનિકલ): ₹26,000 (ફિક્સ પ્રતિ માસ)
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ ઉમેદવારોએ gturec.samarth.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરવી.
- ત્યારબાદ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે સ્પીડ પોસ્ટ કે RPAD દ્વારા મોકલવાનું રહેશે.
📮 અરજી મોકલવાનું સરનામું
રજીસ્ટાર, એસ્ટાબ્લિસમેન્ટ સેક્શન
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરિંગ કોલેજ
વિસત ત્રણ રસ્તા, વિસત-ગાંધીનગર હાઈવે
ચાંદખેડા, અમદાવાદ – 382424









