Governments employee early Payment : ગુજરાત સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નિર્ણય કર્યો છે. આ વર્ષે પગાર અને પેન્શન 14 થી 16 ઑક્ટોબર વચ્ચે ચૂકવાશે.
રાજ્ય સરકારનો દિવાળી પહેલા મોટો નિર્ણય
ગુજરાત સરકાર તરફથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારએ ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન દિવાળી પહેલા ચૂકવવાનો નિર્ણય લીધો છે.
આ વર્ષે દિવાળી 20 ઑક્ટોબર 2025ના રોજ ઉજવાશે, અને કર્મચારીઓ તહેવાર આનંદથી ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે પગાર વહેલો ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
હવે પગાર અને પેન્શનની ચૂકવણી 14 થી 16 ઑક્ટોબર 2025 વચ્ચે તબક્કાવાર કરવામાં આવશે.
પગાર અને પેન્શન વહેલું ચૂકવવાનો નિર્ણય કેમ?
સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસાર, સામાન્ય રીતે કર્મચારીઓને માસિક પગાર અને ભથ્થાં આગામી મહિનાના પ્રથમ ત્રણ તારીખોમાં ચૂકવવામાં આવે છે.
પરંતુ આ વર્ષે દિવાળી વહેલી હોવાથી કર્મચારીઓને તહેવારની ઉજવણીમાં કોઈ અગવડ ન પડે તે માટે આ નિયમમાં વિશેષ છૂટછાટ અપાઈ છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને આર્થિક રાહત અને તહેવારની ખુશી મળશે.
હાલમાં જ થયો હતો મોંઘવારી ભથ્થામાં વધારો
આ નિર્ણય પહેલાં જ રાજ્ય સરકારે 8 ઑક્ટોબર 2025ના રોજ કર્મચારીઓને મોટો લાભ આપ્યો હતો.
સાતમા પગાર પંચના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો જાહેર કરાયો હતો.
આ વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને વધારાનો તફાવત એકસાથે ચૂકવાશે.
વર્ગ-4 કર્મચારીઓ માટે એડહોક બોનસની પણ જાહેરાત
રાજ્ય સરકારે તહેવારોની ખુશી વધારવા માટે વર્ગ-4ના કર્મચારીઓ માટે ₹7,000 સુધીનો એડહોક બોનસ જાહેર કર્યો છે.
આ નિર્ણયથી આશરે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે.
આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વિધાનસભા, પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ અને અન્ય સરકારી બોડીઓના વર્ગ-4ના કર્મચારીઓ પણ લાભ મેળવી શકશે.
દિવાળીએ ખુશીનો ડબલ ડોઝ
સરકારના સતત કર્મચારીઓના હિતમાં થયેલો નિર્ણયો આ દિવાળીને કર્મચારીઓ માટે ખરેખર ખુશીના પર્વમાં બદલી રહ્યા છે.
આ નિર્ણયથી ન માત્ર કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે, પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.











