Guthkha ban in Gujarat : ગુજરાતમાં ગુટખા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર હવે વધુ એક વર્ષ માટે પ્રતિબંધ લાગુ રહેશે. રાજ્ય સરકારએ આ અંગે અધિકારીક નોટિફિકેશન બહાર પાડી દીધું છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 તથા રેગ્યુલેશન-2011 મુજબ આ પ્રતિબંધ તા. 13 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. આ જાહેરાત કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવી છે.
શા માટે મુકાયો ગુટકા ઉપર પ્રતિબંધ?
કમિશ્નરે જણાવ્યું કે, કોઈ પણ ખાદ્ય વસ્તુમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું ગુજરાતમાં કાયદેસર મનાઈ છે.ગુટખામાં આ તત્ત્વોની હાજરી માનવ આરોગ્ય માટે ગંભીર નુકસાનકારક છે. આવનારી પેઢીના સ્વાસ્થ્યને બચાવવા માટે આ પ્રતિબંધ કડક રીતે લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
વેપારીઓ માટે ચેતવણી
કોઈપણ દુકાનદાર અથવા વેપારી જો ગુટખા કે નિકોટીનવાળા પાન-મસાલાનું વેચાણ, સંગ્રહ અથવા વિતરણ કરતા ઝડપાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે.
હાલ, તમાકુ અને પાનમસાલા અલગ-અલગ વેચવા મંજૂરી છે, પણ બન્નેનું મિશ્રણ (ગુટખા) વેચવા પર કડક પ્રતિબંધ છે.
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર! દિવાળીના તહેવાર પહેલાં મોદી સરકાર આપી શકે છે ભેટ, જાણો સંપૂર્ણ વિગતો
રાજ્ય સરકારે તા. 06 સપ્ટેમ્બર 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુટખા કે નિકોટીનવાળા પાન-મસાલાનું વેચાણ, સંગ્રહ અને વિતરણ એક વર્ષ સુધી પ્રતિબંધિત રહેશે.













1 thought on “Guthkha ban in Gujarat : ગુજરાતમાં ગુટખા પર ફરી સંપૂર્ણ પ્રતિબંધ, સરકારનો મોટો આદેશ જાહેર”