Vav Tharad District : ઉત્તર ગુજરાતમાં વહીવટી નવો અધ્યાય શરૂ થશે. બનાસકાંઠામાંથી અલગ થઈને વાવ-થરાદ જિલ્લાનો સત્તાવાર ઉદ્ઘાટન થશે. જાણો કયા તાલુકાઓ નવા જિલ્લામાં આવશે અને કુલ વસ્તી-ગામોની વિગત.
વાવ-થરાદ જિલ્લાની સત્તાવાર રચના
ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. 2 ઑક્ટોબર, 2025 એટલે કે આજથી વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને બનેલા આ નવા જિલ્લામાં કુલ 393 ગામો અને લગભગ 8.78 લાખ વસ્તીનો સમાવેશ થશે.
બનાસકાંઠાના કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, નવા જિલ્લાની રચના એ વિભાજન નહીં પરંતુ વહીવટી કાર્યક્ષમતામાં વધારો અને સ્થાનિક નાગરિકોને ઝડપી સેવાઓ આપવાનો પ્રયાસ છે.
Vav Tharad District માં બે નવા તાલુકાઓનો જન્મ
વાવ-થરાદ જિલ્લામાં નવા બે તાલુકાઓ ધરણીધર અને રાહ પણ ઊભા કરવામાં આવ્યા છે. આથી વિકાસ યોજનાઓને વધુ પ્રાથમિકતા મળશે અને નાગરિકોને સુગમ સેવા મળશે.
કયા તાલુકા કયા જિલ્લામાં?
નીચેના તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહેશે:
- પાલનપુર (438,773 વસ્તી / 120 ગામો)
- વડગામ (240,325 વસ્તી / 110 ગામો)
- દાંતા (227,838 વસ્તી / 185 ગામો, જેમાં હડાદનો સમાવેશ)
- અમીરગઢ (132,348 વસ્તી / 98 ગામો)
- ડીસા (483,788 વસ્તી / 115 ગામો)
- કાંકરેજ (275,613 વસ્તી / 103 ગામો, જેમાં ઓગડનો સમાવેશ)
- ધાનેરા (230,741 વસ્તી / 78 ગામો)
- દાંતીવાડા (115,221 વસ્તી / 57 ગામો)
આમ, કુલ: 21.41 લાખ વસ્તી અને 836 ગામો બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલા રહેશે.
વાવ-થરાદ જિલ્લામાં આવશે:
- દિયોદર (148,772 વસ્તી / 54 ગામો)
- લાખણી (152,551 વસ્તી / 53 ગામો)
- થરાદ (288,206 વસ્તી / 124 ગામો, જેમાં રાહનો સમાવેશ)
- વાવ (162,597 વસ્તી / 78 ગામો, જેમાં ધરણીધરનો સમાવેશ)
- સુઇગામ (83,559 વસ્તી / 40 ગામો)
- ભાભર (123,152 વસ્તી / 43 ગામો)
આમ, કુલ: 8.78 લાખ વસ્તી અને 393 ગામો wav Tharad District સાથે જોડાયેલા રહેશે.
નાગરિકોની જૂની માંગણી પૂરી
વાવ-થરાદ જિલ્લાની રચનાને નાગરિકોની વર્ષો જૂની માંગણીનો પ્રતિસાદ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો આ નિર્ણય નાગરિકોને સુશાસન અને વિકાસ તરફ નવો માર્ગ આપશે.
કલેકટર મિહિર પટેલે સંદેશ આપ્યો કે, આવતીકાલથી આ વિસ્તાર “સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય”ની શરૂઆત કરશે.
ટોટલ આંકડાઓ એક નજરે:
- બનાસકાંઠા જિલ્લો: 21.41 લાખ વસ્તી / 836 ગામો
- વાવ-થરાદ જિલ્લો: 8.78 લાખ વસ્તી / 393 ગામો
- બંને મળી: 31.20 લાખ વસ્તી / 1252 ગામો
આ રીતે ઉત્તર ગુજરાતમાં વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે 2 ઑક્ટોબર એટલે કે આજથી અસ્તિત્વમાં આવશે, જેનાથી નાગરિકોને વધુ સુગમ અને ઝડપી વહીવટી સેવા મળશે.
વધુ આવા News માટે અમારી સાથે બન્યા રહો અને ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.












