GPSSB Gujarat Panchayat Bharti Schedule 2025-26 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)એ વર્ષ 2025-26 માટેની ભરતી પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરી દીધું છે. હવે ઉમેદવારોને પોતાની તૈયારી માટે આગોતરી પ્લાનિંગ કરવાની મોટી તક મળી છે. આ પરીક્ષાઓમાં અધિક મદદનીશ ઈજનેરથી લઈને તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને આંગણવાડી મદદનીશ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓનો સમાવેશ થાય છે.
કઈ પરીક્ષા ક્યારે?
- સમયપત્રક મુજબ અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)ની પરીક્ષા જાન્યુઆરી 2026માં અને પરિણામ ફેબ્રુઆરી 2026માં જાહેર થશે.
- જુનિયર ક્લાર્ક (પંચાયત/હિસાબ)ની પરીક્ષા મે 2026માં થશે અને તેનું પરિણામ જૂનમાં આવશે.
- હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) ની પરીક્ષાઓ મે/જૂન 2026માં યોજાશે અને પરિણામ જુલાઈ 2026માં જાહેર થશે.
- તે જ રીતે, લેબોરેટરી ટેક્નિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટ માટેની પરીક્ષા જૂન/જુલાઈ 2026માં થશે અને પરિણામ જુલાઈ/ઑગસ્ટ 2026માં આવશે.
- સૌથી લોકપ્રિય ભરતી ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અને ગ્રામ સેવકની પરીક્ષાઓ જુલાઈ 2026માં યોજાશે અને પરિણામ ઑગસ્ટ/સપ્ટેમ્બર 2026માં અપાશે.
- અત્યાર સુધીની જાહેરાત મુજબ નાયબ ચિટનીશની પરીક્ષા ઑગસ્ટ 2026માં, જ્યારે મુખ સેવિકા અને પશુધન નિરીક્ષકની પરીક્ષા સપ્ટેમ્બર 2026માં થશે.
- અંતે, આંગણવાડી મદદનીશ માટેની પરીક્ષા ઑક્ટોબર 2026માં યોજાશે અને પરિણામ નવેમ્બર સુધી જાહેર થવાની શક્યતા છે.
GPSSB ભરતી 2025-26 : ટાઈમટેબલ
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)
- જાહેરાત: સપ્ટેમ્બર 2025
- પરીક્ષા: જાન્યુઆરી 2026
- પરિણામ: ફેબ્રુઆરી 2026
જુનિયર ક્લાર્ક (પંચાયત/હિસાબ)
- જાહેરાત: નવેમ્બર 2025
- પરીક્ષા: મે 2026
- પરિણામ: જૂન 2026
હેલ્થ વર્કર
- જાહેરાત: ડિસેમ્બર 2025
- પરીક્ષા: મે/જૂન 2026
- પરિણામ: જુલાઈ 2026
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
- જાહેરાત: ડિસેમ્બર 2025
- પરીક્ષા: મે/જૂન 2026
- પરિણામ: જુલાઈ 2026
લેબોરેટરી ટેક્નિશિયન
- જાહેરાત: ડિસેમ્બર 2025
- પરીક્ષા: જૂન/જુલાઈ 2026
- પરિણામ: જુલાઈ/ઑગસ્ટ 2026
જુનિયર ફાર્માસિસ્ટ
- જાહેરાત: ડિસેમ્બર 2025
- પરીક્ષા: જૂન/જુલાઈ 2026
- પરિણામ: જુલાઈ/ઑગસ્ટ 2026
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
- જાહેરાત: જાન્યુઆરી 2026
- પરીક્ષા: જુલાઈ 2026
- પરિણામ: ઑગસ્ટ/સપ્ટેમ્બર 2026
ગ્રામ સેવક
- જાહેરાત: જાન્યુઆરી 2026
- પરીક્ષા: જુલાઈ 2026
- પરિણામ: ઑગસ્ટ/સપ્ટેમ્બર 2026
નાયબ ચિટનીશ
- જાહેરાત: જાન્યુઆરી 2026
- પરીક્ષા: ઑગસ્ટ 2026
- પરિણામ: ઑગસ્ટ/સપ્ટેમ્બર 2026
મુખ સેવિકા
- જાહેરાત: ફેબ્રુઆરી 2026
- પરીક્ષા: સપ્ટેમ્બર 2026
- પરિણામ: સપ્ટેમ્બર/ઑક્ટોબર 2026
પશુધન નિરીક્ષક
- જાહેરાત: ફેબ્રુઆરી 2026
- પરીક્ષા: સપ્ટેમ્બર 2026
- પરિણામ: સપ્ટેમ્બર/ઑક્ટોબર 2026
આંગણવાડી મદદનીશ
- જાહેરાત: ફેબ્રુઆરી 2026
- પરીક્ષા: ઑક્ટોબર 2026
- પરિણામ: ઑક્ટોબર/નવેમ્બર 2026
હવે ઉમેદવારો આ જાહેર થયેલા સમયપત્રકને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી કરી શકે છે. GPSSB તરફથી આ જાહેરાત બાદ હજારો ઉમેદવારોને રાહત મળી છે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.










