ગુજરાત પોલીસ PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર થવાનું છે. હાલ આશરે 50,000 ઉમેદવારોની જવાબવહીઓની તપાસ ચાલી રહી છે.
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર!
ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો પિટિશન દરમિયાન પોલીસે ભરતી અને સુધારા અંગે મહત્વની ચર્ચાઓ થઈ છે.
ખાસ કરીને રાજ્યમાં થયેલા તોફાનો, જાહેર મિલકતોને થયેલા નુકસાન અને પોલીસ તંત્રની ભૂમિકા પર પણ ચર્ચા થઈ.
હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે તમામ કેડર માટેની ભરતી એકસાથે કરવામાં આવે તો સમયની બચત થાય અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરાઈ શકે.
સાથે જ ઉચ્ચ હોદાની પોસ્ટનું પરિણામ પહેલા જાહેર કરવાનું પણ કોર્ટે સૂચન આપ્યું છે, જેથી ઉમેદવારોને સ્પષ્ટતા રહે અને એકથી વધુ પોસ્ટ માટેની ગૂંચવણ ટળે.
PSI ભરતીનું સિલેક્શન લિસ્ટ ક્યારે આવશે?
હાલ PSI ભરતીની લેખિત પરીક્ષાની જવાબવહીઓની તપાસ ચાલુ છે. આશરે 50,000 ઉમેદવારોના પેપર ચકાસાઈ રહ્યા છે.
વિભાગના સૂત્રો મુજબ, PSI ભરતીનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર થવાનું છે.
- જ્યારે કોન્સ્ટેબલ ભરતીનું સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર આવશે.
- જેલ સિપાહીની ભરતી માટે સંયુક્ત પ્રક્રિયા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
પોલીસ બેડામાં કુલ જગ્યાઓ અને ભરતીની સ્થિતિ
રાજ્ય પોલીસ વિભાગમાં કુલ 25,660 ખાલી જગ્યાઓ છે.
ફેઝ 01 હેઠળ 11,373 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે, જ્યારે ફેઝ 02 માટે સપ્ટેમ્બર 2026 સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય છે.
- કોન્સ્ટેબલ માટે: 10,000 જગ્યાઓ
- PSI માટે: 485 જગ્યાઓ
હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રિઝલ્ટ તૈયાર થવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









