ગુજરાતમાં ચોમાસાનું ઝોર ફરી વધ્યું છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ઘણા વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસાવ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, તો બીજી તરફ નવરાત્રીના ગરબાના કાર્યક્રમો પણ અનેક શહેરોમાં રદ કરવાના આવ્યા છે. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
વરસાદી સિસ્ટમનું અપડેટ
- બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હાલ ગુજરાત પર અસરકારક બની રહી છે.
- શરૂઆતમાં આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પહોંચી હતી.
- ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ ખંભાતના અખાત સુધી પહોંચી છે.
- હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અરબી સમુદ્ર તરફ ખસશે.
હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્ર સુધી પહોંચતા પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
આજે ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગે આજે નીચેના જિલ્લાઓમાં ભારે વરસાદની (Gujarat Rain Alert) આગાહી કરી છે:
- દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ
માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ ચેતવણી
હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે ખંભાતના અખાત અને દરિયાકાંઠા વિસ્તારોમાં હવામાન અસ્થિર રહેશે.
સરેરાશ વરસાદ કેટલો થયો?
29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સરેરાશ વરસાદ 111.70% નોંધાયો છે.
- કચ્છ: 136.07%
- ઉત્તર ગુજરાત: 119.27%
- મધ્ય-પૂર્વ ગુજરાત: 113.35%
- સૌરાષ્ટ્ર: 95.85%
- દક્ષિણ ગુજરાત: 118.51%
અત્યાર સુધી સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.
ગુજરાતમાં હજી ચોમાસાની અસર યથાવત્ છે. ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય છે, જ્યારે નગર વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે.
ખાસ કરીને, આ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી રહ્યું છે , કારણકે ગઈકાલે પણ ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં નવરાત્રી ગરબા રદ કરવામાં આવ્યા હતા.
આવા વધુ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. અને વધુ સમાચારો માટે અમારી વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.












