---Advertisement---

Honda એક્ટિવા કરતાં સસ્તું Heroનું નવું સ્કૂટર Hero Destini 110 લોન્ચ, ધમાકેદાર લુક સાથે આપે છે 56 કિમી માઇલેજ

Published On: September 29, 2025
Follow Us
hero Destini 110
---Advertisement---

તહેવારોની મોસમમાં ટુ-વ્હીલર કંપનીઓ એક પછી એક ઓફર લઈને આવી રહી છે. એવામાં Hero Motocorp એ ગ્રાહકો માટે નવું સ્કૂટર Destini 110 લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનો ભાવ એટલો આકર્ષક રાખવામાં આવ્યો છે કે તે સીધી હોન્ડા એક્ટિવા સામે ટક્કર આપે છે.

વેરિઅન્ટ અને કિંમત

Hero Destini 110 બે વેરિઅન્ટમાં લોન્ચ થયું છે:

  • VX વેરિઅન્ટ – ₹72,000 (એક્સ-શોરૂમ)
  • ZX વેરિઅન્ટ – ₹79,000 (એક્સ-શોરૂમ)

ગયા જાન્યુઆરીમાં લોન્ચ થયેલા Destini 125ના ડિઝાઇન પર આધારિત આ સ્કૂટર લુક અને સ્ટાઇલમાં પ્રીમિયમ લાગે છે.

લુક અને ડિઝાઈન

  • H-આકારની LED DRLs અને LED ટેલલેમ્પ
  • એપ્રોન પર ઇન્ટિગ્રેટેડ ઇન્ડિકેટર્સ
  • પહોળું ફ્લોરબોર્ડ અને લાંબી સીટ
    આ બધાં ફીચર્સ સ્કૂટરને કોમ્પોર્ટેબલ રાઈડ માટે પરફેક્ટ બનાવે છે.

કલર ઓપ્શન

  • VX વેરિઅન્ટ: ગ્રે, બ્લૂ અને વ્હાઇટ
  • ZX વેરિઅન્ટ: ગ્રે, બ્લૂ અને રેડ

એન્જિન અને પરફોર્મન્સ

  • 110.9cc એન્જિન
  • 8.1 bhp પાવર અને 8.87 Nm ટોર્ક
  • માઇલેજ: 56.2 km/l (કંપનીનો દાવો)
  • ફ્યૂલ ટાંકીઃ 5.3 લિટર
  • ZX વેરિઅન્ટ: કાસ્ટ વ્હીલ્સ + ફ્રન્ટ ડિસ્ક બ્રેક
  • VX વેરિઅન્ટ: ડ્રમ બ્રેક સેટઅપ

ફીચર્સ

  • પ્રોજેક્ટર LED હેડલાઇટ
  • LED ટેલલેમ્પ
  • ડિજી-એનાલોગ સ્પીડોમીટર
  • USB ચાર્જિંગ પોર્ટ
  • ફ્રન્ટ ગ્લોવ બોક્સ
  • ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક + સિંગલ શોક રિયર
  • 12-ઇંચ ટ્યૂબલેસ ટાયર

Honda Activa vs Destini 110 : હોન્ડા એક્ટિવા સાથે સરખામણી

  • Honda Activa કિંમત: ₹73,000 – ₹77,500 (એક્સ-શોરૂમ)
  • Hero Destini 110 VX: એક્ટિવા કરતાં સસ્તું – ₹72,000
  • Hero Destini 110 ZX: થોડું મોંઘું – ₹79,000, પણ ડિસ્ક બ્રેક, કાસ્ટ વ્હીલ્સ અને LED પ્રોજેક્ટર હેડલેમ્પ જેવા પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે, જે એક્ટિવામાં નથી.

કુલ મળીને હીરોનું Destini સ્કુટર એક્ટિવાને કીમત અને ફીચર્સ બંને મામલે જોરદાર ટક્કર આપશે.

વધુ આવા Auto News માટે અમારી સાથે બન્યા રહો અને ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.

Nayan Patel

હું એક કન્ટેન્ટ રાઇટર છું, હું ઓટો મોબાઇલ ક્ષેત્ર સંબંધિત વિષયો પર લખવાનો 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવું છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment