indian army bharti 2025 : જો તમે તબીબી ક્ષેત્રમાં છો અને દેશની સેવામાં યોગદાન આપવાનો જજ્બો ધરાવો છો, તો આ ભરતી ખાસ તમારા માટે છે. ભારતીય સેનાની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS) દ્વારા મેડિકલ ઓફિસરની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં પરીક્ષા નહીં, પરંતુ સીધી ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી થશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 13 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2025 રહેશે.
ભારતીય સેના ભરતી 2025 – મહત્વની માહિતી
- સંસ્થા: આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS)
- પોસ્ટ: મેડિકલ ઓફિસર
- કુલ જગ્યાઓ: 225
- અરજીનો માધ્યમ: ઓનલાઈન
- વય મર્યાદા: 30 વર્ષ સુધી
- અરજી શરૂ થવાની તારીખ: 13 સપ્ટેમ્બર 2025
- અંતિમ તારીખ: 3 ઓક્ટોબર 2025
- સત્તાવાર વેબસાઈટ: join.afms.gov.in
જગ્યાઓની વિગતો
- પુરુષ ઉમેદવાર – 169 જગ્યાઓ
- મહિલા ઉમેદવાર – 56 જગ્યાઓ
- કુલ – 225 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
- અરજી કરવા માટે ઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી ફરજિયાત છે.
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 31 ડિસેમ્બર 2025 સુધી 30 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- એટલે કે જન્મ 02 જાન્યુઆરી 1998 પછીનો હોવો જોઈએ.
- અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવાર માટે ઉંમર મર્યાદા 35 વર્ષ છે.
પગાર
- પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹61,300 થી ₹1,20,900 સુધીનો પગાર મળશે.
- સાથે વિવિધ ભથ્થાંઓનો લાભ પણ મળશે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોને દિલ્હીમાં ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
- ઇન્ટરવ્યુમાં પસંદગી બાદ ઉમેદવારને AFMSમાં મેડિકલ ઓફિસર તરીકે જોડવામાં આવશે.
અરજી કરવાની રીત
- સત્તાવાર વેબસાઈટ join.afms.gov.in ખોલો.
- ઉમેદવારોએ નવું રજિસ્ટ્રેશન કરવું પડશે.
- ઈમેઈલ આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો.
- ભરતીની લિંક ખોલીને ફોર્મ ભરો.
- જરૂરી માહિતી સાથે ફોટો અને સહી અપલોડ કરો.
- ફીની ચુકવણી કર્યા બાદ ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ કાઢો.
વધુ ભરતીઓ વિશે જાણો – અહી કલીક કરો









