Indian Army Bharti 2025: ભારતીય સેનામાં ગ્રુપ C ની 194 જગ્યાઓ પર ભરતી શરૂ. 10 પાસ, 12 પાસ અને ITI ઉમેદવારો અરજી કરી શકશે. જાણો લાયકાત, પગાર, છેલ્લી તારીખ અને અરજી પ્રક્રિયા.
ભારતીય સેના ભરતી 2025: યુવાનો માટે સુવર્ણ તક
ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોતા ઉમેદવારો માટે ખુશખબર છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (EME) દ્વારા ગ્રુપ C ની 194 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
અરજીની પ્રક્રિયા 4 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2025 રાખવામાં આવી છે.
Army Bharti 2025 Notification : ભરતીની મહત્વપૂર્ણ વિગતો
- ભરતી સંસ્થા: ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સનું મહાનિર્દેશાલય
- પદનું નામ: ગ્રુપ C
- કુલ જગ્યાઓ: 194
- અરજી શરૂ થવાની તારીખ: 4 ઓક્ટોબર, 2025
- છેલ્લી તારીખ: 24 ઓક્ટોબર, 2025
- અરજી કરવાની રીત: ઑફલાઇન
- વય મર્યાદા: 18 થી 25 વર્ષ
Indian Army Group C Vacancy : જગ્યાઓની વિગત
આ ભરતીમાં ગ્રુપ C હેઠળની નીચે મુજબની પોસ્ટ્સ ભરાશે:
- લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
- ફાયરમેન
- વાહન મિકેનિક
- ફિટર
- વેલ્ડર
- ટ્રેડ્સમેન
- કૂક
- ઇલેક્ટ્રિશિયન
કુલ જગ્યાઓ – 194
જરૂરી લાયકાત
- ઉમેદવારોએ ધોરણ 10 અથવા 12 પાસ કરેલું હોવું જોઈએ
- અથવા ITI ડિગ્રી હોવી જોઈએ (સંબંધિત ક્ષેત્રમાં)
વય મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર: 25 વર્ષ
અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.
પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹5,200 થી ₹20,200 પગાર મળશે.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક પરીક્ષા
- કૌશલ્ય પરીક્ષણ
- દસ્તાવેજ ચકાસણી
Army Bharti 2025 : કેવી રીતે અરજી કરવી?
આપ ઑફિશિયલ નોટિફિકેશનમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો
- બધી વિગતો સ્વચ્છ અક્ષરે ભરો
- ફોટોગ્રાફ લગાવો
- જરૂરી દસ્તાવેજો જોડો
- ફોર્મને 5 રૂપિયા પોસ્ટલ સ્ટેમ્પ સાથે નીચેના સરનામે મોકલો:
Commandant, 505 Army Base Workshop, Delhi Cantt, Delhi – 110010
જો તમે 10 પાસ, 12 પાસ અથવા ITI કરેલ હોય, તો આ ભરતી તમારા માટે મોટી તક સાબિત થઈ શકે છે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.
ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









