Insurance Premium Hike 2025 : GST કાઉન્સિલે તાજેતરમાં મોટો નિર્ણય લીધો છે. હવે આરોગ્ય અને જીવન વીમા પર 18% GST નહીં વસૂલાય. એટલે કે 22 સપ્ટેમ્બર 2025 (નવરાત્રિના પહેલા દિવસથી) વીમા પોલિસી પર GST શૂન્ય થઈ જશે. સૌ કોઈએ વિચાર્યું હતું કે હવે વીમો સસ્તો થશે, પરંતુ હકીકતમાં એવું થવાનું નથી.
તાજા રિપોર્ટ અનુસાર, વીમો સસ્તો થવાને બદલે 3 થી 5% સુધી મોંઘો થઈ શકે છે.
કેમ સસ્તો નહી થાય વીમો?
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ રિસર્ચના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી વીમા કંપનીઓને એજન્ટ કમિશન, જાહેરાત, પુનર્વીમા અને ઓપરેશનલ ખર્ચ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મળતું હતું. GST દૂર થતાં હવે કંપનીઓ ITCનો દાવો નહીં કરી શકે.
વીમા કંપનીઓના ખર્ચમાં વધારો થશે અને તે સંતુલિત કરવા માટે તેઓ પોલિસી દરમાં 3-5% વધારો કરી શકે છે.
ગ્રાહકોને થશે રાહત કે વધશે ભારણ?
રિપોર્ટ અનુસાર કુલ ખર્ચમાં 12-15% ઘટાડો શક્ય છે. પરંતુ ITC ન મળતા કંપનીઓ પ્રીમિયમ 3-5% સુધી વધારશે એટલે ગ્રાહકોને સીધી રાહત નહીં મળે, ઊલટું વધુ ભાર સહન કરવાનો વારો આવી શકે છે.
પુનર્વીમા સેવાઓને પણ મુક્તિ
GST માંથી પુનર્વીમા સેવાઓને મુક્તિ આપવામાં આવશે. પરંતુ કંપનીઓને હજી પણ ઘણી અન્ય સેવાઓ પર GST ચૂકવવું પડશે. ITS (Inverted Tax Structure) નો ફાયદો પણ પોલિસી પર નહીં મળે. એટલે આખરે ફાયદો વીમા કંપનીઓને જ થશે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી કાગળ પર તો રાહત દેખાઈ રહ્યી છે. પરંતુ હકીકતમાં ગ્રાહકો માટે આ નિર્ણય નિરાશાજનક છે. લોકો સસ્તા વીમાની આશા સેવી રહ્યા હતા, પરંતુ વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી આ લાભ પોતેજ પોતાની પાસે રાખશે.













1 thought on “GST દૂર થયા બાદ પણ સસ્તો નહીં થાય વીમો! હવે પ્રીમિયમ 5% સુધી મોંઘો થવાની તૈયારી”