ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ તેના માર્કેટિંગ વિભાગ – ઉત્તરીય ક્ષેત્ર માટે મોટી ભરતી જાહેરાત કરી છે. આ ભરતી અંતર્ગત 8 રાજ્યોમાં એપ્રેન્ટિસશીપની 513 જગ્યાઓ ભરાશે. સૌથી મોટી વાત એ છે કે આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ નથી – પસંદગી માત્ર મેરિટના આધારે થશે.
અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
IOCL Bharti 2025 ની મુખ્ય વિગતો
- સંસ્થા: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
- પોસ્ટ: એપ્રેન્ટિસશીપ
- કુલ જગ્યાઓ: 513
- સ્થળ: દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિત 8 રાજ્યો
- વય મર્યાદા: 18 થી 24 વર્ષ (30 સપ્ટેમ્બર 2025 સુધી ગણાશે)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 13 ઓક્ટોબર 2025
- અરજી કરવાની સાઇટ: iocl.com
રાજ્યવાર ખાલી જગ્યાઓ
- દિલ્હી – 80
- હરિયાણા – 64
- પંજાબ – 56
- હિમાચલ પ્રદેશ – 7
- ચંદીગઢ – 17
- જમ્મુ-કાશ્મીર – 14
- રાજસ્થાન – 83
- ઉત્તર પ્રદેશ – 167
- ઉત્તરાખંડ – 25
કુલ – 513 જગ્યા
જરૂરી લાયકાત
- ટ્રેડ એપ્રેન્ટિસ: 10મું પાસ + સંબંધિત ટ્રેડમાં 2 વર્ષનું ITI પ્રમાણપત્ર
- ટેકનિશિયન એપ્રેન્ટિસ: 3 વર્ષનો પૂર્ણ-સમય એન્જિનિયરિંગ ડિપ્લોમા
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: પૂર્ણ-સમય ગ્રેજ્યુએટ ડિગ્રી
- ડેટા એન્ટ્રી ઓપરેટર: 12મું પાસ પણ અરજી કરી શકે
બધી ડિગ્રી / ડિપ્લોમા પૂર્ણ-સમયની હોવી આવશ્યક છે.
સ્ટાઇપેન્ડ
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: ₹4,500 + IOCL તરફથી વધારાની રકમ
- ટેકનિશિયન એપ્રેન્ટિસ: ₹4,000 + IOCL તરફથી વધારાની રકમ
- ટ્રેડ એપ્રેન્ટિસ: સંપૂર્ણ સ્ટાઇપેન્ડ IOCL આપશે
પસંદગી પ્રક્રિયા
- કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં
- પસંદગી માત્ર મેરિટ લિસ્ટ (ડિગ્રી/ડિપ્લોમામાં મેળવેલા માર્ક્સ) આધારે
આ પણ વાંચો : Ojas GSRTC Bharti 2025 : ધોરણ 12 પાસ માટે ગુજરાત ST માં 571 કંડક્ટરની ભરતી, પગાર ₹26,000 – તાત્કાલિક કરો અરજી!
અરજી કેવી રીતે કરવી?
- ટ્રેડ એપ્રેન્ટિસશીપ માટે nats.education.gov.in
- ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે apprenticeshipindia.gov.in
- પ્રથમ પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન કરવું.
- પછી IOCL વિભાગમાં જઈ “Apply Online” પર ક્લિક કરવું
- તમારી માહિતી, શૈક્ષણિક વિગતો, સરનામું વગેરે દાખલ કરો
- ફોટો અને સહી અપલોડ કરો
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટઆઉટ રાખવો ફરજિયાત છે
જો તમે IOCLમાં કારકિર્દી શરૂ કરવાની તક શોધી રહ્યા છો તો આ ભરતી 2025 તમારા માટે ગોલ્ડન ચાન્સ સાબિત થઈ શકે છે.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









