iPhone 17 લોન્ચ થતાની સાથે જ હવે iPhone 16ના ભાવમાં સીધી 10 હજાર રૂપિયાનો કાપ કરી દેવામાં આવી છે. જો તમે લાંબા સમયથી આ મોડેલ ખરીદવાની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમને સસ્તામાં iPhone 16 લેવાનો સોનેરી મોકો છે.
iPhone 16 નવી કિંમત
એપલની ઓફિશિયલ સાઇટ પર iPhone 16નું 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ પહેલે 79,900 રૂપિયામાં મળતું હતું. હવે તેની નવી કિંમત માત્ર 69,900 રૂપિયા છે. એટલે કે સીધી 10 હજાર રૂપિયાની બચત!, બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર સાથે તમે આ iPhoneને હજી વધુ સસ્તામાં મેળવી શકો છો.
iPhone 17 Vs iPhone 16 – શું છે ફરક?
ડિસ્પ્લે:
- iPhone 16 – 6.1 ઇંચ ડિસ્પ્લે, 2000 નિટ્સ પીક બ્રાઇટનેસ
- iPhone 17 – 6.3 ઇંચ ડિસ્પ્લે, 3000 નિટ્સ પીક બ્રાઇટનેસ
ચિપસેટ:
- iPhone 16 – A18 બાયોનિક ચિપસેટ
- iPhone 17 – A19 બાયોનિક પ્રોસેસર (20% વધુ ઝડપી)
આ પણ વાંચો : iPhone 17 Series features : એપલે Pro Max મોડલમાં આપી 5088 mAhની બેટરી, અત્યાર સુધીની સૌથી મોટી!
કેમેરા:
- iPhone 16 – રિયર: 48MP + 12MP, ફ્રન્ટ: 12MP
- iPhone 17 – રિયર: 48MP + 48MP, ફ્રન્ટ: 18MP
એટલે કે, જો તમારું બજેટ થોડું ટાઈટ છે, તો iPhone 16 હવે બેસ્ટ ડીલ સાબિત થઈ શકે છે. જ્યારે નવી ટેકનોલોજી અને અપગ્રેડ ફીચર્સ જોઈએ છે, તો iPhone 17 પર નજર રાખી શકો છો.











