Apple પોતાના નવા iPhone 17 Seriesને 9 સપ્ટેમ્બરે લોન્ચ કરી દીધું છે. આ વખતે કંપનીએ પહેલીવાર બેટરી સાઇઝમાં મોટો બદલાવ કર્યો છે. અત્યાર સુધી iPhone બેટરી અંગે હંમેશાં ચર્ચા થતી રહી છે, પરંતુ હવે Apple પહેલીવાર 5000mAhથી વધુ બેટરી લાવી રહ્યું છે.
જાણવા મળ્યું છે કે iPhone 17 સિરીઝમાં ફિઝિકલ સિમ મોડલ અને ઈ-સિમ મોડલ – એમ બે વર્ઝન ઉપલબ્ધ રહેશે. કયા દેશમાં કયો મોડલ વેચાશે તે સ્થાનિક નિયમો પર આધારિત રહેશે. ચર્ચા છે કે ઈ-સિમ વર્ઝનમાં વધુ બેટરી કેપેસિટી હશે.
iPhone 17 સિરીઝની બેટરી ક્ષમતા
- iPhone 17 Air (ફિઝિકલ સિમ) – 3036 mAh
- iPhone 17 Air (ઈ-સિમ) – 3149 mAh
- iPhone 17 – 3692 mAh (ફિઝિકલ સિમ)
- iPhone 17 Pro (ફિઝિકલ સિમ) – 3988 mAh
- iPhone 17 Pro (ઈ-સિમ) – 4252 mAh
- iPhone 17 Pro Max (ફિઝિકલ સિમ) – 4823 mAh
- iPhone 17 Pro Max (ઈ-સિમ) – 5088 mAh
Appleનો અત્યાર સુધીનો રેકોર્ડ
Apple એ પહેલીવાર 5000 mAhનો આંકડો ક્રોસ કર્યો છે. ખાસ કરીને iPhone 17 Pro Max ઈ-સિમ વર્ઝનમાં 5088 mAhની બેટરી આપવામાં આવશે, જે અત્યાર સુધીની સૌથી મોટી iPhone બેટરી હશે. iPhone 16 Pro Maxની તુલનામાં Appleએ iPhone 17માં લગભગ 8% વધારે બેટરી ક્ષમતા આપી રહ્યું છે.
આવી Latest News સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.












1 thought on “iPhone 17 Series features : એપલે Pro Max મોડલમાં આપી 5088 mAhની બેટરી, અત્યાર સુધીની સૌથી મોટી!”