Apple Event 2025: Apple એ આ અઠવાડિયે પોતાના “Awe Dropping Event”માં નવા સ્માર્ટફોન્સ અને ગેજેટ્સ લોન્ચ કર્યા. કંપનીએ iPhone 17, iPhone Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max રજૂ કર્યા છે. સાથે સાથે Watch Series 11, Watch Ultra 3, Watch SE 3 અને AirPods Pro 3 પણ લોન્ચ થયા છે.
iPhone 17 Series ક્યારે મળશે?
- પ્રી-ઓર્ડર: 12 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.
- સેલ શરૂ: 19 સપ્ટેમ્બરથી
આ સ્માર્ટફોન્સ તમે Amazon, Flipkart, Blinkit, Apple Store અને Authorised Retail Partners પાસેથી ખરીદી શકો છો. ઉપરાંત Croma અને Vijay Sales પર પણ પ્રી-ઓર્ડર ઉપલબ્ધ છે.
iPhone 17 Seriesની કિંમત
- iPhone 17 (256GB): ₹82,900
- iPhone Air: ₹1,19,900થી શરૂ
- iPhone 17 Pro: ₹1,34,900થી શરૂ
- iPhone 17 Pro Max: ₹1,49,900થી શરૂ
બધા મોડલના બેઝ વેરિઅન્ટમાં 256GB સ્ટોરેજ મળશે.
Offers & Discount
Apple Store:
- 6 મહિના સુધી No-Cost EMI
- પસંદગીના બેંક કાર્ડ પર ₹5,000 ડિસ્કાઉન્ટ
Flipkart:
- Axis Bank અને SBI ક્રેડિટ કાર્ડ પર ₹4,000 Cashback
Trade-In Offer:
- જૂનો iPhone આપીને નવા પર વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે
iPhone 17 Series પર મળતા ઑફર્સને કારણે આ દિવાળીએ સ્માર્ટફોન ખરીદનારા યુઝર્સ માટે આ બેસ્ટ તક બની શકે છે.











