IRCTC Aadhaar authentication : ભારતીય રેલ્વે 1 ઓક્ટોબર, 2025 થી ઓનલાઈન રિઝર્વેશન માટે મહત્વપૂર્ણ બદલાવ કરી રહી છે. હવે જનરલ ટિકિટ બુક કરવા માટે IRCTC પર પ્રથમ 15 મિનિટ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. અત્યાર સુધી આ નિયમ માત્ર તત્કાલ ટિકિટ માટે લાગુ પડતો હતો.
આ નિર્ણયનો મુખ્ય હેતુ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવો અને ખાતરી કરવાનો છે કે ટિકિટ વાસ્તવિક મુસાફરો સુધી પહોંચે. આથી બલ્ક બુકિંગ અને કૌભાંડ રોકાશે, અને મુસાફરોને સરળ અને પારદર્શક રિઝર્વેશનની સગવડ મળશે.
રેલ્વે મંત્રાલયના પરિપત્ર મુજબ:
“1.10.2025 થી સામાન્ય રિઝર્વેશન ખોલ્યાના પ્રથમ 15 મિનિટમાં ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ IRCTC વેબસાઇટ અને એપ પર ટિકિટ બુક કરી શકશે. આ પગલું ટીકીટના કાળા બજારને રોકવા અને સામાન્ય વપરાશકર્તા સુધી લાભ પહોંચાડવા માટે લેવામાં આવ્યું છે.”
પરીપત્રમાં સ્પષ્ટ પણે લખ્યું છે કે 15 મિનિટ પછી, અધિકૃત ટિકિટ એજન્ટોને અને તમામ નોંધાયેલા વપરાશકર્તાઓને બુકિંગ કરવાની મંજૂરી મળશે. PRS કાઉન્ટર પર કાયદેસર કોઈ ફેરફાર નહીં થાય, અને 10 મિનિટની મર્યાદા ચાલુ રહેશે.
તત્કાલ ટિકિટ બુકિંગ પરનો પહેલો નિયમ
અગાઉ તત્કાલ બુકિંગ માટે પણ 15 મિનિટની આ ફરજિયાતતા લાગુ કરવામાં આવી હતી. હવે આ નિયમ સામાન્ય રિઝર્વેશન માટે પણ લાગુ કરવામાં આવી રહ્યો છે.
IRCTC online ticket booking rule : નવો નિયમ કેવી રીતે કામ કરશે?
- પ્રથમ 15 મિનિટ: ફક્ત આધાર-લિંક IRCTC એકાઉન્ટ ધરાવતા મુસાફરો જ ટિકિટ બુક કરી શકશે.
- 15 મિનિટ પછી: બુકિંગ બધા નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ખુલ્લું રહેશે.
- PRS કાઉન્ટર્સ: કોઈ ફેરફાર નહીં; ભૌતિક ટિકિટ બુકિંગ પહેલાં જ રાબેતા મુજબ ચાલુ રહેશે.
- અધિકૃત એજન્ટો: તત્કાલ બુકિંગ માટે 10 મિનિટની મર્યાદા લાગૂ રહેશે.
આ પગલું ખાસ કરીને લોકપ્રિય ટ્રેનો અને રૂટ માટે ઉચ્ચ માંગ સમયગાળાને નિયંત્રિત કરવા માટે છે.
આધાર ઓથેન્ટિકેશન શા માટે જરૂરી છે?
આ નિયમથી ટ્રેન મુસાફરોને બહુ મોટો ફાયદો થશે કારણ કે બનાવટી બુકિંગ થતું અટકશે. ઉદાહરણ તરીકે, જો રિઝર્વેશન 10 વાગ્યે ખુલતું હોય, તો પ્રથમ 15 મિનિટ માટે ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ ટિકિટ બુક કરી શકશે.
તમારો IRCTC એકાઉન્ટ આધાર સાથે કેવી રીતે લિંક કરવો ?
- IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- ‘પ્રોફાઇલ’ માં જાઓ.
- ‘આધાર લીંક’ પસંદ કરો.
- 12-અંકનો આધાર નંબર દાખલ કરો.
- OTP વડે ચકાસણી પૂર્ણ કરો.
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેમની IRCTC એકાઉન્ટ માહિતી આધારકાર્જેડ મુજબ જ દાખલ કરવી જેથી કોઈ તકલીફ ન થાય.
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.











