ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના 2025 (Smart Phone yojna Gujarat) : ગુજરાત સરકાર ખેડૂતો માટે નવી સહાય યોજના લઈને આવી છે. હવે ખેડૂતોએ સ્માર્ટફોન ખરીદવા માટે ખિસ્સામાંથી વધુ ખર્ચ કરવાની જરૂર નહીં પડે, કારણ કે સરકાર તેમની સાથે છે.
Smart Phone Yojna Gujarat : યોજનાના મુખ્ય મુદ્દા
- યોજનાનું નામ: ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય
- લાભ: સ્માર્ટફોનની કિંમત પર 40% સહાય અથવા ₹6000 – બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે.
- લાભાર્થી: તમામ ખેડૂતો
- વિભાગ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
- યોજનાનો વ્યાપ: સમગ્ર ગુજરાત
ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના 2025 : અરજી માટે જરૂરી દસ્તાવેજો
- ખેડૂતનો 7/12 નો દાખલો
- આધાર કાર્ડ
- બેંક પાસબુક અથવા રદ ચેક
અરજી કેવી રીતે કરવી?
આ યોજના માટે ફોર્મ ઓનલાઇન જ ભરવાનું રહેશે. ખેડૂતો ikhedut પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે.
વધુ માહિતી માટે
- કૃષિ વિભાગ વેબસાઇટ: https://agri.gujarat.gov.in/
- યોજના વિગતવાર માહિતી: https://ikhedut.gujarat.gov.in/
આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.













