જીવન વીમા નિગમ (LIC)એ પોતાની ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ યોજના 2025 માટે (LIC Scholarship 2025) નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે. આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓને સરકારી કે ખાનગી કોલેજો-યુનિવર્સિટીમાં તબીબી અને એન્જિનિયરિંગ જેવા કોર્ષીસનો અભ્યાસ કરવામાં મદદ મળશે.
કેટલા સુધી મળશે શિષ્યવૃત્તિના પૈસા?
૧.જનરલ શિષ્યવૃત્તિ
- તબીબી ક્ષેત્ર (MBBS, BAMS, BHMS, BDS): દર વર્ષે ₹40,000 (₹20,000ના 2 હપ્તામાં).
- એન્જિનિયરિંગ (BE, BTech, BArch): દર વર્ષે ₹30,000 (₹15,000ના 2 હપ્તામાં).
- ડિગ્રી, ડિપ્લોમા, ITI: દર વર્ષે ₹20,000 (₹10,000ના 2 હપ્તામાં).
૨.સ્પેશિયલ ગર્લ સ્કોલરશીપ
10મા ધોરણ પછી ITI, 12મા કે ડિપ્લોમા માટે પસંદ થનાર છોકરીઓને દર વર્ષે ₹15,000 (2 હપ્તામાં) મળશે.
ખાસ વાત એ છે કે શિષ્યવૃત્તિ અભ્યાસક્રમ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જો વિદ્યાર્થી સ્ટાઇપેન્ડ અથવા ઇન્ટર્નશિપ શરૂ કરશે તો શિષ્યવૃત્તિ બંધ થઈ જશે.
શિષ્યવૃત્તિ માટે પાત્રતા
- પરિવારની વાર્ષિક આવક ₹4.50 લાખથી ઓછી હોવી જોઈએ.
- ધો.10 પાસ: શૈક્ષણિક વર્ષ 2022-23, 2023-24 અથવા 2024-25માં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.
- ધો.12 પાસ: શૈક્ષણિક વર્ષ 2022-23, 2023-24 અથવા 2024-25માં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.
- છોકરીઓ માટે: ધો.10માં 60% ગુણ હોવા જરૂરી.
કેટલા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ?
LICની 112 વિભાગીય કચેરીઓ દર વર્ષે 100-100 વિદ્યાર્થીઓ પસંદ કરશે.
- જેમાંથી 80 વિદ્યાર્થીઓને જનરલ શિષ્યવૃત્તિ (40 છોકરા અને 40 છોકરીઓ) મળશે.
- બાકી 20 ખાસ શિષ્યવૃત્તિ માત્ર છોકરીઓ માટે રાખવામાં આવી છે.
કેવી રીતે કરવી અરજી?
- LICની ઓફિશિયલ વેબસાઈટ licindia.in પર જાઓ.
- હોમપેજ પર “LIC Golden Jubilee Scholarship 2025 Apply Online” પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરી ફોર્મ સબમિટ કરો.
- અરજી સબમિટ કર્યા પછી ઇમેઇલ પર કન્ફર્મેશન મળશે.
શિષ્યવૃત્તિના પૈસા કેવી રીતે મળશે?
- પસંદ થયેલા વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં NEFT દ્વારા સીધી રકમ ટ્રાન્સફર થશે.
- વિદ્યાર્થીઓએ કેન્સલ ચેક આપવો પડશે.
- બેંક એકાઉન્ટ ચાલુ હોવું જરૂરી છે.
છેલ્લી તારીખ: 22 સપ્ટેમ્બર 2025 છે. વધુ માહિતી માટે LICનું ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનથી વાંચવું.
નોટિફિકેશન
Golden Jubilee Scholarship Scheme 2025 notification
આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.













