ભારતીય બજારમાં Maruti Suzuki એ નવી SUV Victoris લોન્ચ કરી છે. આ SUVની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹10.50 લાખ રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે Victorisને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, એટલે કે સલામતીમાં પણ આ કાર શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
એન્જિન અને પાવર વિકલ્પો
Victoris SUV ત્રણ પાવરટ્રેન વિકલ્પ સાથે આવે છે:
- પેટ્રોલ એન્જિન (1.5 લિટર): 101 bhp પાવર અને 137 Nm ટોર્ક સાથે. 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ.
- CNG વર્ઝન: 87 bhp અને 121 Nm ટોર્ક, ઓટોમેટિક વિકલ્પ નથી. ખાસ વાત એ છે કે CNG મોડેલમાં પણ પેટ્રોલ જેટલું જ બૂટ સ્પેસ છે.
- સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન: Grand Vitaraમાંથી લેવાયેલો એન્જિન, 91 bhp પાવર અને 122 Nm ટોર્ક. લોકલી એસેમ્બલ કરેલી લિથિયમ-આયન બેટરી સાથે વધુ માઈલેજ અને પર્યાવરણમિત્ર વિકલ્પ.
સ્પોર્ટી ડિઝાઇન
- વર્ટિકલ હૂડ અને ક્રોમ સ્ટ્રીપ ગ્રિલ
- એલઈડી હેડલેમ્પ્સ
- ડ્યુઅલ-ટોન 17-ઇંચ એલોય વ્હીલ્સ
- 10 કલર વિકલ્પ (ઈટરનલ બ્લુ, મિસ્ટિક ગ્રીન જેવા નવા શેડ્સ)
- ફુલ-વિડ્થ એલઈડી ટેલલેમ્પ્સ અને પાવર્ડ ટેલગેટ
પ્રીમિયમ ઇન્ટિરિયર અને ફીચર્સ
- 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે
- ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (એલેક્સા + 35 એપ્સ પ્રી-લોડેડ)
- ડ્યુઅલ-પેન સનરૂફ
- 8 સ્પીકર ઇન્ફિનિટી સરાઉન્ડ સિસ્ટમ (Dolby Atmos)
- વેન્ટિલેટેડ સીટ્સ અને પાવર્ડ ડ્રાઈવર સીટ
- એમ્બિયન્ટ લાઇટિંગ (64 કલર વિકલ્પો સાથે)
સલામતી સુવિધાઓ
- કુલ 6 એરબેગ્સ
- ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ
- 360-ડિગ્રી કેમેરા
- હેડ-અપ ડિસ્પ્લે
- લેવલ-2 ADAS ટેકનોલોજી (ભારતીય રસ્તાઓ માટે ખાસ ટ્યુન કરેલી)
કિંમત અને વેરિઅન્ટ્સ
- પેટ્રોલ: ₹10.50 લાખથી ₹17.77 લાખ
- CNG: ₹11.50 લાખથી ₹14.57 લાખ
- સ્ટ્રોંગ હાઇબ્રિડ: ₹16.38 લાખથી ₹19.99 લાખ
- 4-વ્હીલ ડ્રાઇવ મોડેલ્સ: ₹18.64 લાખથી ₹19.22 લાખ
એટલે કે, Maruti Suzuki Victoris SUV માત્ર લુક્સ અને ફીચર્સમાં જ નહીં, પણ સલામતી અને પ્રદર્શનમાં પણ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે.
વધુ આવા Auto News માટે અમારી સાથે બન્યા રહો અને ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.










