Nagarpalika Bharti 2025 : સૌરાષ્ટ્રમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર આવી છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, ભાવનગર ઝોન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર આવી છે. આ ભરતીમાં કુલ 29 જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે, જેમાં પસંદ થયેલા ઉમેદવારોને સીટી લેવલ ટેક્નિકલ સ્ટાફ તરીકે 11 માસનો કરાર આધારિત પગાર ₹30,000–₹35,000 આપવામાં આવશે.
ભરતીની વિગતવાર માહિતી
| સંસ્થા | પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, ભાવનગર ઝોન |
|---|---|
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 29 |
| વય મર્યાદા | ઉલ્લેખિત નથી |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| અરજી મોડ | ઓફલાઇન |
| ભરતી જાહેર તારીખ | 20 સપ્ટેમ્બર 2025 |
| અરજીની અંતિમ તારીખ | 4 ઓક્ટોબર 2025 |
પોસ્ટ અને જગ્યાઓ
પ્રાદેશિક કમિશનર કચેરી, ભાવનગર ઝોન હેઠળ ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત નીચેના પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે:
| પોસ્ટ | જગ્યાઓ |
|---|---|
| સિવિલ એન્જીનીયર | 15 |
| એમ.આઈ.એલ. એક્સપર્ટ | 7 |
| ફાયનાન્સીયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટ | 6 |
| આઈ.ઈ.સી. એક્સપર્ટ | 1 |
| કુલ | 29 |
શૈક્ષણિક લાયકાત
પ્રત્યેક પોસ્ટ માટે અલગ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન તપાસવું જરૂરી છે.
પગાર ધોરણ
- સ્નાતક: ₹30,000 પ્રતિ માસ
- અનુસ્નાતક: ₹35,000 પ્રતિ માસ
અરજી કેવી રીતે કરવી?
- અરજી ફક્ત રીજિસ્ટર A.D. – સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકાય છે.
- અરજી રૂબરૂ સ્વીકારવામાં નહીં આવે.
- જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસ (અંતિમ તારીખ 4 ઓક્ટોબર 2025) અંદર અરજી પહોંચવી જરૂરી છે.
- અરજીમાં જાહેરાત ક્રમાંક અને પોસ્ટ નામ સ્પષ્ટ રીતે લખવું અનિવાર્ય છે.
અરજી કરવાનું સરનામું:
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી બિલ્ડિંગ, બીજો માળ, ઇન્કમ ટેક્ષ ઓફિસની બાજુમાં, મોતીબાગ ટાઉનહોલ પાછળ, ભાવનગર-364001
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









