Navratri Rain Forecast Gujarat (ગુજરાત નવરાત્રી હવામાન આગાહી 2025) : ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓએ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. અનેક શહેરોમાં ગરબા ક્લાસિસ પણ શરૂ થઈ ગયા છે. પરંતુ હવે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે હવામાન વિભાગ અને નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રી દરમ્યાન વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
- 22 નવેમ્બર સુધી હળવો વરસાદ પડવાની શક્યતા
- નવરાત્રીની શરૂઆતમાં પણ હળવા વરસાદની શક્યતા
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે
- સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી
Navratri Rain Forecast Gujarat ; મેઘરાજા ફરી ધમરોળશે
હવામાન વિભાગ મુજબ, આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
કયા શહેરોમાં પડશે અસર?
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે.
આમ નવરાત્રી પહેલા ખેલૈયાઓએ જ્યાં એક તરફ તૈયારી શરૂ કરી છે, ત્યાં જ અંબાલાલ પટેલની આ આગાહીથી વરસાદ ખેલમાં ભંગ પાડી શકે તેવી આશંકા છે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.












