GPSC Manager Bharti 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મેનેજર ગ્રેડ-1, વર્ગ-2 માટે ભરતી જાહેર થઈ છે. દિવ્યાંગ ઉમેદવારો માટેનો આ સરકારી નોકરીનો સુવર્ણ મોકો છે. અહીં વાંચો લાયકાત, પગાર, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી.
GPSC મેનેજર ભરતી 2025 : ગુજરાત સરકારમાં નવી તક
ગુજરાત સરકારની નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર! ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મેનેજર ગ્રેડ-1 (સામાન્ય સેવા), વર્ગ-2 માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
GPSC Recruitment 2025 : ભરતીની મુખ્ય વિગતો
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| વિભાગ | માર્ગ અને મકાન વિભાગ |
| પોસ્ટનું નામ | મેનેજર ગ્રેડ-1, વર્ગ-2 |
| જગ્યા | 1 (દિવ્યાંગ ઉમેદવાર માટે) |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| વય મર્યાદા | વધુમાં વધુ 35 વર્ષ |
| અરજીની છેલ્લી તારીખ | 17 ઑક્ટોબર 2025 |
| સત્તાવાર વેબસાઇટ | gpsc-ojas.gujarat.gov.in |
Ojas Bharti 2025 : શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર પાસે નેશનલ કાઉન્સિલ ઓફ હોટેલ મેનેજમેન્ટમાંથી હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગની પદવી હોવી જરૂરી છે,
અથવા સમકક્ષ માન્ય લાયકાત ધરાવવી જોઈએ. - કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી છે.
વય મર્યાદા
- અરજીકર્તાની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉંમર ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ (17-10-2025) મુજબ ગણાશે.
પગાર ધોરણ
- પસંદ થયેલા ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ-8 મુજબ ₹44,900 થી ₹1,42,400 સુધીનો માસિક પગાર મળશે.
અરજી કરવાની પ્રક્રિયા
- ઉમેદવારોએ પ્રથમ https://gpsc.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
- “Recruitment” વિભાગમાં સંબંધિત પોસ્ટની લિંક પસંદ કરો.
- નવી નોંધણી કરો અથવા પહેલાથી બનાવેલ ID વડે લોગિન કરો.
- જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો અને દસ્તાવેજો (ફોટો, સહી) અપલોડ કરો.
- અરજી ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ લો.
મહત્વની તારીખ
- અરજીની છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2025
મહત્વની લીંક
- નોટીફીકેશન : અહી ક્લિક કરો
- ઓનલાઈન અરજી : અહી ક્લિક કરો
જો તમે દિવ્યાંગ ઉમેદવાર છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો GPSC દ્વારા જાહેર કરાયેલ આ મેનેજર ગ્રેડ-1 ભરતી 2025 તમારા માટે ઉત્તમ તક છે. છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી તમારા સપના પુરા કરી શકો છો.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









