ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ કંડક્ટર કક્ષાની કુલ 571 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. ખાસ કરીને દિવ્યાંગ અનામત માટે આ ભરતી કરવામાં આવી રહી છે. જો તમે ST વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ તમારા માટે સોનાની તક છે.
GSRTC ભરતી 2025 – મહત્વની માહિતી
- સંસ્થા : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
- પોસ્ટ : કંડક્ટર
- કુલ જગ્યાઓ : 571
- વય મર્યાદા : 18 થી 33 વર્ષ (છુટછાટ સાથે મહત્તમ 45 વર્ષ)
- અરજી કરવાની રીત : ઓનલાઈન
- છેલ્લી તારીખ : 1 ઓક્ટોબર 2025
- અરજી કરવા માટેની વેબસાઇટ : ojas.gujarat.gov.in
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જરૂરી.
- સાથે સાથે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા આપવામાં આવેલું કંડક્ટર લાઈસન્સ અને બેઝ હોવું ફરજિયાત છે.
પગાર ધોરણ
- પસંદ થયેલા ઉમેદવારને ₹26,000 માસિક ફિક્સ પગાર પર 5 વર્ષ માટે કરાર આધારીત નિમણૂક આપવામાં આવશે.
- આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ભથ્થાં કે લાભ મળશે નહીં.
- 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ કંડક્ટર પદે નિયમિત પગાર મુજબની નિમણૂક આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર: 33 વર્ષ
- છુટછાટ સાથે મહત્તમ ઉંમર: 45 વર્ષ
નોટિફિકેશન : Ojas Gujarat GSRTC Recruitment Notification 2025
અરજી કરવાની પ્રક્રિયા
- ઉમેદવારોએ સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યાં “Current Advertisement” પર ક્લિક કરવું.
- GSRTC ભરતી 2025 વિભાગમાંથી સંબંધિત ભરતી પસંદ કરવી.
- “Apply Online” પર ક્લિક કરીને અરજી ભરવી.
- અરજી સબમીટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢવી.
એટલે કે, જો તમે ધોરણ 12 પાસ છો અને તમારી પાસે કંડક્ટર બેઝ લાઈસન્સ છે તો આ ભરતી તમારી માટે જ છે. છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2025 છે – એટલે મોડું ન કરતા તરત જ ઓનલાઈન અરજી કરી દેજો.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.










1 thought on “Ojas GSRTC Bharti 2025 : ધોરણ 12 પાસ માટે ગુજરાત ST માં 571 કંડક્ટરની ભરતી, પગાર ₹26,000 – તાત્કાલિક કરો અરજી!”