Ojas GSSSB Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગૃહ વિભાગમાં સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3ની 4 જગ્યાઓ માટે ભરતી. લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા જાણો અહીં.
ગુજરાત સરકારમાં કાયમી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મોટી ખુશખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ ગૃહ વિભાગ હેઠળની ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી, ગાંધીનગર હસ્તક સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3 ની કુલ 4 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 6 ઓક્ટોબર 2025 સુધી અરજી કરી શકશે.
Ojas GSSSB Bharti 2025 : ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- વિભાગ: ગૃહ વિભાગ
- પોસ્ટ: સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3
- કુલ જગ્યાઓ: 4
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
- છેલ્લી તારીખ: 06-10-2025
- અરજી વેબસાઇટ: ojas.gujarat.gov.in
GSSSB Recruitment 2025 ; કેટેગરી પ્રમાણે જગ્યાઓ
- બિનઅનામત (સામાન્ય) – 1
- આર્થિક રીતે નબળા – 0
- અનુ.જાતિ – 0
- અનુ.જન જાતિ – 0
- સા.શૈ.પ.વર્ગ – 3
- કુલ – 4
GSSSB Bharti 2025 : શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી હોવી જરૂરી.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વય મર્યાદા
- સામાન્ય ઉમેદવારો માટે ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
Searcher Vacancy Gujarat : પગાર ધોરણ
- પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર.
- ત્યારબાદ સંતોષકારક કામગીરીના આધારે સાતમા પગાર પંચ મુજબ ₹25,500 થી ₹81,100 (લેવલ-4) સુધી કાયમી નિમણૂંક મળશે.
અરજી કેવી રીતે કરવી?
- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- “કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ” વિભાગમાં જઈ GSSSB ભરતી પસંદ કરો.
- સંબંધિત પોસ્ટ પસંદ કરી “Apply Online” પર ક્લિક કરો.
- જરૂરી માહિતી ભરી અરજી સબમિટ કરો.
- અરજીની પ્રિન્ટ કાઢવી ફરજિયાત.
ગુજરાત સરકારની આ ભરતી વિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક અનોખી તક છે. જો તમે લાયકાત ધરાવો છો, તો સમય વેડફ્યા વગર આજેજ અરજી કરો અને ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાની તકનો લાભ લો.
મહત્વપૂર્ણ લીંક
| નોટીફીકેશન | અહી ક્લિક કરો |
| ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









