Ojas GSSSB Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય વિભાગમાં ડેન્ટલ ટેક્નીશિયન વર્ગ-3ની ભરતી જાહેર. કુલ 21 જગ્યાઓ માટે ઉમેદવારો 15 ઓક્ટોબર સુધી ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા મેડિકલ ક્ષેત્રના ઉમેદવારો માટે સારા સમાચાર છે! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ડેન્ટલ ટેક્નીશિયન વર્ગ-3 માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 21 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે ડેન્ટલ ટેકનિશિયન ડિપ્લોમા ધરાવતા હો, તો આ તક તમારા માટે છે.
Ojas GSSSB Bharti 2025 – મહત્વપૂર્ણ માહિતી
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| પદનું નામ | ડેન્ટલ ટેક્નીશિયન, વર્ગ-3 |
| જગ્યા | 21 |
| પગાર ધોરણ | ₹40,800 (પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર) |
| વય મર્યાદા | 18 થી 33 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર, 2025 |
| અરજી કરવાની વેબસાઈટ | ojas.gujarat.gov.in |
GSSSB Bharti 2025 પોસ્ટ વિગતો
| વિભાગ | જગ્યાઓ |
|---|---|
| અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ | 17 |
| અધિક નિયામક તબીબી સેવાઓ પ્રભાગ | 4 |
| કુલ | 21 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર પાસે ડેન્ટલ ટેકનિશિયન / ડેન્ટલ મિકેનિક્સમાં ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ફરજિયાત.
- હિન્દી અને ગુજરાતી ભાષાનું પુરતું જ્ઞાન હોવું આવશ્યક.
- ઉમેદવારે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ડેન્ટલ ટેક્નીશિયન તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અનામત વર્ગોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
પગાર ધોરણ
- પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
- ત્યારબાદ ₹29,200 થી ₹92,300 (લેવલ-5) પગાર ધોરણ મુજબ નિયમિત નિમણૂંક મળશે.
GSSSB ડેન્ટલ ટેક્નીશિયન ભરતી 2025 અરજી કરવાની રીત
- ઉમેદવારે સૌપ્રથમ ojas.gujarat.gov.in પર જવું.
- “Current Advertisement” વિભાગમાં જઈ GSSSB Bharti પસંદ કરવી.
- “Apply Online” પર ક્લિક કરી માહિતી દાખલ કરો.
- ફોર્મ ભર્યા પછી Final Submit કરો અને પ્રિન્ટ કૉપી રાખવી.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ: 4 ઑક્ટોબર 2025
- છેલ્લી તારીખ: 15 ઑક્ટોબર 2025
નોટિફિકેશન
GSSSB Dental Technician Recruitment 2025 Notification – Download PDF
જો તમે ડેન્ટલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો અને સરકારી નોકરીનું સપનું જોતા હો, તો GSSSB ડેન્ટલ ટેક્નીશિયન ભરતી 2025 તમારા માટે શ્રેષ્ઠ તક છે. વિલંબ ન કરો, આજેજ અરજી કરો!
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









