Ojas New Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય વિભાગમાં નર્સ પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી માટે 16 જગ્યાઓ પર ભરતી જાહેર, 30 ઓક્ટોબર સુધી અરજી કરો.
GSSSB Nurse Bharti 2025 : ગુજરાતમાં નવી સરકારી ભરતી — નર્સ માટે મોટી તક!
ગુજરાતમાં સરકારી નોકરી(Gujarat Government Job 2025)ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નર્સ (Ojas Nurse Vacancy) પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી (વર્ગ-3) માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત કુલ 16 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
અરજી કરવાની પ્રક્રિયા, લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અન્ય તમામ માહિતી નીચે આપવામાં આવી છે.
GSSSB Recruitment 2025 : ભરતીની સંસ્થા અને વિગતો
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| પોસ્ટ | નર્સ પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી, વર્ગ-3 |
| જગ્યા | 16 |
| વય મર્યાદા | 18 થી 40 વર્ષ |
| અરજી પ્રકાર | ઓનલાઈન |
| છેલ્લી તારીખ | 30-10-2025 |
| વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
કેટેગરી પ્રમાણે જગ્યાઓ
| કેટેગરી | જગ્યાઓ |
|---|---|
| બિન અનામત | 8 |
| આર્થિક રીતે નબળા વર્ગ | 1 |
| અનુ. જાતિ | 1 |
| અનુ. જન જાતિ | 2 |
| સા.શૈ.પ. વર્ગ | 4 |
| કુલ | 16 |
Ojas Gujarat Bharti : શૈક્ષણિક લાયકાત
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી બેઝિક B.Sc (નર્સિંગ) ડિગ્રી ધરાવવી ફરજિયાત.
- અથવા, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીમાં ડિપ્લોમા અથવા નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા.
- કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
- ઉમેદવાર પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ અથવા પસંદગી પછી તે કરાવવું જરૂરી રહેશે.
વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
પગાર ધોરણ
- પ્રથમ 5 વર્ષ માટે ₹40,800 પ્રતિમાસ ફિક્સ પગાર મળશે.
- ત્યારબાદ સેવાઓ સંતોષકારક જણાયે સાતમા પગાર પંચ મુજબ ₹35,400 થી ₹1,12,400 (લેવલ-6) પગારધોરણ લાગુ પડશે.
Ojas New Bharti 2025 : અરજી કરવાની પ્રક્રિયા
- ઉમેદવારોએ પહેલા ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
- “Current Advertisement” પર ક્લિક કરી GSSSB ભરતી પસંદ કરવી.
- સંબંધિત પોસ્ટ પર ક્લિક કરી “Apply Online” કરવું.
- જરૂરી વિગતો ભરી ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કઢી રાખવી જરૂરી છે.
મહત્વની લીંક
- ઓનલાઈન અરજી કરવા માટે : અહી ક્લિક કરો
- GSSSB Nurse Recruitment 2025 Notification
મહત્વની તારીખ
- છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર 2025
જો તમે નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો, તો આ Ojas GSSSB ભરતી 2025 તમારા માટે ઉત્તમ તક બની શકે છે. સમયસર ઓનલાઈન અરજી કરી દો.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.










