Ojas New Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3 ની 51 જગ્યાઓ માટે ભરતી. લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા જાણો અહીં.
ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશખબર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળ અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3 માટે કુલ 51 જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 10 ઓક્ટોબર 2025 સુધી ઉમેદવારો અરજી કરી શકશે.
Ojas New Bharti 2025 : ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- વિભાગ: માર્ગ અને મકાન વિભાગ
- પોસ્ટ: અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-3
- કુલ જગ્યાઓ: 51
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ
- છેલ્લી તારીખ: 10-10-2025
- અરજી વેબસાઇટ: ojas.gujarat.gov.in
GSSSB Recruitment 2025 : કેટેગરી પ્રમાણે જગ્યાઓ
- બિન અનામત – 22
- આર્થિક રીતે નબળા વર્ગ – 5
- અનુ.જાતિ – 4
- અનુ.જન જાતિ – 7
- સા.શૈ.પ.વર્ગ – 13
- કુલ – 51
GSSSB Bharti 2025 ; શૈક્ષણિક લાયકાત
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (માન્ય યુનિવર્સિટી કે સંસ્થા પાસેથી).
- ટેકનિકલ પરીક્ષા બોર્ડ/સરકાર માન્ય સમકક્ષ લાયકાત.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
- પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ₹49,600 ફિક્સ પગાર મળશે.
- ત્યારબાદ સંતોષકારક કામગીરીના આધારે સાતમા પગાર પંચ મુજબ ₹39,900 થી ₹1,26,900 (લેવલ-7) સુધી કાયમી નિમણૂંક મળશે.
અરજી કેવી રીતે કરવી?
- ojas.gujarat.gov.in પર જાઓ.
- “કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ” વિભાગમાં જઈ GSSSB ભરતી પસંદ કરો.
- સંબંધિત પોસ્ટ પર “Apply Online” ક્લિક કરો.
- જરૂરી માહિતી ભરી અરજી સબમિટ કરો.
- અરજીની પ્રિન્ટ કઢાવી રાખવી ફરજિયાત.
મહત્વપૂર્ણ લીંક
| નોટીફીકેશન | અહી ક્લિક કરો |
| ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત સરકારની આ ભરતી ઈલેક્ટ્રિકલ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે મોટી તક સાબિત થઈ શકે છે. જો તમે પણ લાયકાત ધરાવો છો તો તરત જ અરજી કરો અને કાયમી સરકારી નોકરી મેળવવાની તક મેળવો.
આવી ભરતી અને કરિયર સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.









